Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનો ચર્ચા કરશે

નવી દિલ્હી: ખેડૂત સંગઠનોની સરકાર સાથેની બુધવારે ચાલી રહેલી ૧૦મી બેઠક ખતમ થઈ ગઈ છે. હવે બંને પક્ષોની આગામી બેઠક ૨૨ જાન્યુઆરીએ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ખેડૂત સંગઠનોને બંને પક્ષની સહમતિથી એક ચોક્કસ સમયગાળા માટે ત્રણેય કૃષિ કાયદાને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર તરફથી એક સમિતિ બનાવવા માટે સુપ્રીમકોર્ટમાં સોગંદનામું દાખલ કરવાનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે.

જ્યારે ખેડૂત સંગઠનોએ કહ્યું કે તેઓ કૃષિ કાયદાને પરત લેવાની પોતાની માગ પર અડગ છે, પણ આ કાયદાઓને સસ્પેન્ડ કરવાના સરકારના પ્રસ્તાવ પર ગુરુવારે ચર્ચા કરશે. ખેડૂત સંગઠનોએ સરકારને કહ્યું કે તેઓ તારીખ ૨૨ જાન્યુઆરીએ યોજાનાર બેઠકમાં સરકારના પ્રસ્તાવ અંગે પોતાનો ર્નિણય જણાવશે.

બેઠકની જાણકારી આપતા ખેડૂત સંગઠનના એક નેતાએ કહ્યું કે સરકારે જણાવ્યું કે અમે કોર્ટમાં એફિડેવિટ કરીને કૃષિ કાયદાને દોઢ-બે વર્ષ સુધી હોલ્ડ પર રાખી શકીએ છીએ. કમિટી બનાવીને ચર્ચા કરીશું, કમિટી જે રિપોર્ટ આપશે તેને અમે લાગુ કરીશું.

કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ બેઠક બાદ કહ્યું કે આજે અમારો પ્રયાસ હતો કે કોઈ ર્નિણય પર પહોંચીએ. ખેડૂત યુનિયન કાયદાને પરત ખેંચવાની માગ પર અડગ હતા અને સરકાર ખુલ્લા મનથી કાયદાની જાેગવાઈ અનુસાર વિચાર કરવા અને સંશોધન કરવા માટે તૈયાર હતી. સુપ્રીમ કોર્ટે કેટલાંક સમય માટે કૃષિ સુધારા કાયદાને સ્થગિત કર્યા છે. સરકાર એક-દોઢ વર્ષ સુધી કાયદાના અમલીકરણને સ્થગિત કરવા માટે તૈયાર છે.

આ દરમિયાન ખેડૂત યુનિયન અને સરકાર વાત કરે તેમજ સમાધાન શોધે. ખેડૂત નેતા દર્શનપાલ સિંહે બેઠક બાદ કહ્યું કે ૩ કાયદા અને  પર ચર્ચા થઈ. સરકારે કહ્યું કે અમે ૩ કાયદાની એફિડેવિટ બનાવીને સુપ્રીમકોર્ટને આપીશુ અને અમે એક-દોઢ વર્ષ માટે રોક લગાવીશું. એક કમિટી બનશે જે ત્રણેય કાયદાનું ભવિષ્ય નક્કી કરશે. અમે કહ્યું કે અમે આ મુદે વિચારીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.