Western Times News

Gujarati News

યસ બેંકે MSMEs ક્ષેત્રને ફંડ, ડિજિટલ સોલ્યુશનો સરળતાપૂર્વક મેળવવા સક્ષમ બનાવવા વિસ્તૃત પ્રોગ્રામ યસ MSME શરૂ કર્યો

સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કર્યો, રૂ. 5 કરોડ સુધી જામીનગીરીથી મુક્ત ફંડ ઓફર કર્યું

·         કંપનીની રચના, કરવેરાનું ફાઇલિંગ, પેરોલ મેનેજમેન્ટ, માનવ સંસાધન ટેકનોલોજી, ERP, CA સપોર્ટ, વિતરણ અને કલેક્શન સહિત MSME ક્ષેત્રની તમામ મુખ્ય જરૂરિયાતોમાં ડિજિટલ ઇનોવેશન સાથે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ મળશે

મુંબઈ, યસ બેંકે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (MSMEs)ને વધુ મજબૂત કરવા તેમનમે ઝડપથી અને સરળતાપૂર્વક ફંડ પૂરું પાડવા એક પ્રોગ્રામ યસ MSMEનો શુભારંભ કર્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત MSMEsની વ્યવસાયિક અને વ્યક્તિગત એમ બંને પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવા, અત્યાધુનિક ઉદ્યોગસાહસોને પ્રોત્સાહન આપવા અને તેમની મહત્તમ સંભવિતતા હાંસલ કરવા એમની જરૂરિયાત મુજબના વિવિધ પ્રોડક્ટ પૂરી પાડવામાં આવશે. યસ MSMEની વિશિષ્ટતા ઉપયોગી ઓફર ગ્રાહકો અને ઉદ્યોગ સંગઠનો પાસેથી પ્રાપ્ત થયેલી ઉપયોગી જાણકારી અને પ્રતિભાવનો વિચાર કરીને રજૂ કરવામાં આવી છે.

યસ MSME કાર્યક્રમ MSMEs ક્ષેત્રમાં કાર્યરત રિટેલ, ઉત્પાદન, હોલસેલ, વેપારવાણિજ્ય અને સેવા પ્રદાતાઓને ધિરાણ, ડિપોઝિટ, વીમો, કસ્ટમાઇઝ અને જુદાં જુદાં ડિજિટલ સોલ્યુશનો પ્રદાન કરીને તેમના વ્યવસાયનું વિસ્તરણ કરવા, તેમની કામગીરીને વેગ આપવા અને વૃદ્ધિને પ્રોત્સાહન માટે ટેકો આપવા કેન્દ્રિત છે. આ કાર્યક્રમમાં સ્વરોજગારી મેળવતા વર્ગ માટે સ્પેશ્યલ કરન્ટ એકાઉન્ટ ઓફરો પણ સામેલ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ અને MSME મંત્રી શ્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલી આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે યસ બેંકના એમડી અને સીઇઓ શ્રી પ્રશાંત કુમાર અને 500થી વધારે ઔદ્યોગિક આગેવાનો, પ્રતિનિધિઓ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.

યસ બેંકે 18થી 22 જાન્યુઆરી, 2021 સુધી SME કાર્નિવલ દરમિયાન ભારતભરમાં એની MSME કેન્દ્રિત શાખાઓમાં કેટલાંક ગ્રાહક-કેન્દ્રિત કાર્યક્રમો તથા ડિલર અને OEM પાર્ટનર્સની ભાગીદારી સાથે વિવિધ પ્રવૃત્તિઓ સાથે આ પ્રોગ્રામ શરૂ કરવાની ઉજવણી કરી છે. બેંકે વિવિધ એસોસિએશન સાથે આ કાર્નિવલનું આયોજન કરવા 700થી વધારે એસોસિએશન સાથે જોડાણ પણ કર્યું છે.

કેન્દ્રીય MSMEs તથા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આ ક્ષેત્રને પ્રચૂર સંભવિતતા ધરાવતું  ગણાવીને કહ્યું હતું કે, “MSME ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્ર અર્થતંત્રમાં 30 ટકા હિસ્સો ધરાવે છે અને અત્યાર સુધી 11 કરોડ રોજગારીનું સર્જન કર્યું છે.

આ ક્ષેત્રમાં રોકાણ કરવાની તાતી જરૂર છે અને અમને આશા છે કે, ઉદ્યોગ અને સરકારના સહિયારા પ્રયાસોથી એનું વિસ્તરણ કરવામાં મદદ મળશે. હું MSME ક્ષેત્રની પહેલ અંતર્ગત આ નવો પ્રોગ્રામ શરૂ કરવા અને આ ક્ષેત્રની ઇકોસિસ્ટમને મજબૂત કરવા લાંબા ગાળાની યોજના બનાવવા બદલ યસ બેંકને અભિનંદન આપું છું. યસ બેંકના એમડી અને સીઇઓ શ્રી પ્રશાંત કુમાર અને ટીમને ભારતીય અર્થતંત્રને વર્ષ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનાં મહત્ત્વાકાંક્ષી વિઝનમાં પ્રદાન કરવાના પ્રયાસો કરવા બદલ અભિનંદન આપું છું.”

આ લોંચ પર યસ બેંકના એમડી અને સીઇઓ શ્રી પ્રશાંત કુમારે કહ્યું હતું કે, “યસ બેંક મોટી સંખ્યામાં રોજગારીની તકો પ્રદાન કરતા અને અર્થતંત્રની વૃદ્ધિમાં પ્રદાન કરતાં ક્ષેત્રની વૃદ્ધિને ટેકો આપવા પ્રતિબદ્ધ છે. બેંકનો સંવર્ધિત મૂલ્ય પ્રદાન કરતો કાર્યક્રમ MSMEs માટે ધિરાણની સુલભતામાં સુધારો કરશે અને તેમની ટેકનોલોજીનું અપગ્રેડેશન કરવા ટેકો આપશે

તેમજ સાથે સાથે બેંકે ગ્રાહક-કેન્દ્રિત અન્ય પગલાં લીધા છે. મને ખાતરી છે કે, અમારાં પગલાં વ્યવહારિક પરિણામો આપશે અને આત્મનિર્ભર રાષ્ટ્રના સહિયારા સ્વપ્નને સાકાર કરવામાં પ્રદાન કરશે.”

આ પ્રોગ્રામ ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા ડિજિટલ ધિરાણ અને ફિનટેક પાર્ટનરશિપ્સ દ્વારા ઝડપથી મૂડી પ્રદાન કરી તેમજ ઉદ્યોગનાં સંગઠનો સાથે બનાવેલા ઉત્પાદનો પ્રદાન કરીને વ્યાવસાયિક પ્રક્રિયાઓને ઝડપી, સરળ અને અસરકારક બનાવે છે, જેથી બેંકના MSME ગ્રાહકો – પ્રમોટર્સ અને વ્યવસાયો સક્ષમ બનશે.

નોંધપાત્ર બાબત એ છે કે, ઇનોવેટિવ સ્ટાર્ટઅપ કાર્યક્રમ યસ સ્પાર્ક કન્સલ્ટન્સી અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP – ઉદ્યોગસાહસ માટે સંસાધનોનું આયોજન) સાથે રૂ. 5 કરોડ સુધી જામીનમુક્ત ફંડની ઓફર કરે છે.

ઉપરાંત બેંક MSME લોનની પ્રોસેસિંગ માટે ટર્નએરાઉન્ડ ટાઇમ નોંધપાત્ર રીતે ઘટાડવા સક્ષમ બનશે. અન્ય ખાસિયતોમાં પ્રી-એપ્રૂવ્ડ કમર્શિયલ ક્રેડિટ કાર્ડ્સ, સલાહ અને પ્રતિબદ્ધ રિલેશનશિપ મેનેજરો સાથે સંપત્તિનું વ્યવસ્થાપન કરવા માટેના સોલ્યુશનો સામેલ છે.

આ વિશિષ્ટ પ્રયાસ MSME ક્ષેત્રનું જીડીપીમાં પ્રદાન વધારવા અર્થપૂર્ણ વેગ આપવા વધુ એક પગલું છે. કોવિડ-19ને પગલે MSME ક્ષેત્ર નાણાકીય ખેંચ અનુભવતું હતું. ભારત સરકારે જીડીપીમાં MSMEનો હિસ્સો હાલ 30 ટકાથી વધારીને 50 ટકા કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

આ કાર્યક્રમની પાંચ મુખ્ય વિશિષ્ટતાઓઃ

બોરો (ઋણ): કસ્ટમાઇઝ ફંડિંગ – સરકારી યોજનાઓ, SMEની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)નું ટ્રેડિંગ અને ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ (IB), પ્રતિબદ્ધ MSME સેલ, GST/ITR વિગતો ઝડપથી મેળવવાની સાથે સરળતા માટે માપદંડ અનુસાર પ્રોડક્ટ સોલ્યુશન્સ, ઝડપી સુવિધાની સુલભતા

સેવ (બચત): સેવિંગ્સ એકાઉન્ટ/ફિક્સ્ડ ડિપોઝિટ સ્વીપ કરવા કરન્ટ એકાઉન્ટ; ફોકસ્ડ કાર્યક્રમો – યસ પ્રીમિયા, યસ ફર્સ્ટ બિઝનેસ અને એસેટ્સ-કેન્દ્રિત લૉયલ્ટી રિવોર્ડ્ઝ પ્રોગ્રામ

સિમ્પ્લિફાય (સરળીકરણ): સ્ટાર્ટ-અપને યસ સ્પાર્ક અંતર્ગત રૂ. 5 કરોડ સુધીનું ધિરાણ; ડિજિટલ એપ્લિકેશન્સ – યસ MSME, યસ ટ્રાન્ઝેક્ટ; ફિન્ટેક પાર્ટનરશિપ અને ડિજિટલ પેરોલ સોલ્યુશનો

પાર્ટનર: યસ બિઝ કનેક્ટ – બજાર સાથે મજબૂત સંબંધો ઊભા કરવા જોડાણ ધરાવતું સોલ્યુશન, જેની સાથે 700થી વધારે એસોસિએશન સંકળાયેલા છે; સલાહકારો મારફતે ટેક-આધારિત પાર્ટનર સોલ્યુશનો; MSME  ન્યૂઝલેટર્સ અને ચર્ચા માટેના મંચો

પ્રોટેક્ટ (સલામતી): બિઝનેસ વીમા ઉત્પાદનો; વ્યક્તિગત – જીવન, આરોગ્ય, સાધારણ; સંપત્તિલક્ષી સોલ્યુશનો અને રોકાણો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.