Western Times News

Gujarati News

અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ તરીકે જાે બાઈડેનના શપથ

વોશિંગટન: અમેરિકા માટે આજનો દિવસ ખુબ મહત્વનો બની રહ્યો હતો.. જાે બાઈડેન આજે ૪૬મા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે લીધા હતા. તો કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થી ગઈ છે. ૬ જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ વોશિંગટન ડીસીમાં આકરી સુરક્ષા છે.

આશરે ૨૫ હજાર નેશનલ ગાર્ડ અમેરિકાની રાજધાનીમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યુ કે, અમે જિંદગીમાં ઘણા પડકારો જાેયા છે. અમેરિકામાં બધાને સન્માન મળશે.

અમેરિકાની સેના સશક્ત છે. દરેક પડકાર માટે તૈયાર છે. હું અમેરિકાના બધા લોકોનો રાષ્ટ્રપતિ છું. હું તેમનો પણ રાષ્ટ્રપતિ છું જેણે મને મત આપ્યો નથી. હું બધાની પ્રગતિ અને બધાની રક્ષા માટે છું. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યુ કે, આજે આપણે એક ઉમેદવાર જ નહીં પરંતુ લોકતંત્રની જીતનો જશ્ન મનાવી રહ્યાં છીએ.

લોકોને સાંભળવામાં આવ્યા છે. આપણે ફરી શીખ્યા છીએ કે લોકતંત્ર અણમોલ છે, લોકતંત્ર પ્રબળ છે. જાે બાઈડેને કહ્યુ કે, મને ખ્યાલ છે કે આપણે વિભાજીત કરનારી શક્તિ પણ છે અને તે વાસ્તવિક છે.

પરંતુ મને તે પણ ખ્યાલ છે કે તે નવું નથી. આપણો ઈતિહાસ એક નિરંતર સંઘર્ષ રહ્યો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપી છે. ભારતના વડાપ્રધાન મોદીએ એક બાદ એક એમ ત્રણ ટ્‌વીટ કર્યા હતા. તેમણે પોતાના ટ્‌વીટમાં ભારત-અમેરિકા સંબંધની વાત પણ કરી હતી.

કમલા હેરિસે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે શપથ લીધા છે. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા છે. આ સાથે તેમણે ઈતિહાસ રચી દીધો છે. વાઇટ હાઉસથી વિદાય લેનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા પહોંચી ગયા છે. તેઓ થોડા સમય પહેલા વોશિંગટનથી રવાના થયા હતા. ત્યાં તેમણે લોકોને છેલ્લીવાર સંબોધિત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.