Western Times News

Gujarati News

ICICI બેંકના ગ્રાહકો ન હોય એવા ગ્રાહકો હવે બેંકનું ફોરેક્સ કાર્ડ મેળવી શકશે

·             આ પ્રકારની સુવિધા પૂરી પાડનાર દેશમાં પ્રથમ બેંક બની

મુંબઈઃ ICICI બેંકએ કોઈ પણ બેંકના ગ્રાહકોને ઝડપથી ‘ICICI બેંક ફોરેક્સ પ્રીપેઇડ કાર્ડ’ મેળવવામાં મદદ કરવા ઓથોરાઇઝ મની ચેન્જર્સ માટે નવી મોબાઇલ એપ્લિકેશન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. ‘ઇન્સ્ટાFX’ નામની આ એપ બેંકના અધિકૃત પાર્ટનર્સ મની ચેન્જર્સને રિયલ-ટાઇમ આધારે ગ્રાહકોના KYC વેરિફિકેશન અને વેલિડેશન ડિજિટલી કરવા સક્ષમ બનાવશે.

‘ICICI બેંક ફોરેક્સ પ્રીપેઇડ કાર્ડ’ થોડા કલાકોની અંદર ઝડપથી એક્ટિવેટ થઈ જતું હોવાથી આ સુવિધા ગ્રાહકની સુવિધામાં નોંધપાત્ર વધારો કરશે. સામાન્ય રીતે કોઈ પણ બેંકિંગ ઉદ્યોગમાં પ્રીપેઇડ કાર્ડ એક્ટિવેટ થવામાં બે દિવસ સુધીનો સમય લાગે છે. ICICI બેંક મની ચેન્જર્સને આ પ્રકારની સુવિધા આપનાર દેશમાં પ્રથમ બેંક બની ગઈ છે.

આ પહેલ પર ICICI બેંકના અનસીક્યોર્ડ એસેટ્સના હેડ શ્રી સુદિપ્તા રૉયએ કહ્યું હતું કે, “ICICI બેંક પથપ્રદર્શક ઇનોવેશન પ્રસ્તુત કરવામાં હંમેશા મોખરે રહે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અમે અનેક સુવિધાજનક અને ડિજિટલ રિટેલ ઉત્પાદનો પ્રસ્તુત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જે ઉદ્યોગમાં હરિફ બેંકોની સુવિધાઓ કરતાં વધારે ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રકારના ઉત્પાદનો અને ઓફરોની શ્રેણીમાં નવી એપ ‘ઇન્સ્ટાFX’ એક વધુ પહેલ છે.

આ એપ ‘ICICI બેંક ફોરેક્સ પ્રીપેઇડ કાર્ડ’ને ઝડપથી એક્ટિવેટ કરવાની સુવિધા આપતી હોવાથી અમારી બેંકના ગ્રાહકો ન હોય એવા ગ્રાહકોની સુવિધામાં પણ વધારો થશે. ઉદાહરણ તરીકે, જ્યારે ગ્રાહકો ડોમેસ્ટિક એરપોર્ટ પર જતાં હોય અને આ પ્રક્રિયા માટે એપ્લાય કરે, તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્થળે પહોંચે એ અગાઉ ઉપયોગ કરવા માટે ‘ICICI બેંક ફોરેક્સ પ્રીપેઇડ કાર્ડ’ તૈયાર થઈ જશે. એપ ‘ICICI બેંક ફોરેક્સ પ્રીપેઇડ કાર્ડ’નો લાભ લેવાની ગ્રાહકનાં અનુભવને સંપૂર્ણપણે સરળ, ઝડપી અને અસરકારક બનાવશે.”

‘ઇન્સ્ટાFX’ની મુખ્ય ખાસિયતો નીચે આપેલી છે:

·       રિયલ-ટાઇમમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પેન)નું વેલિડેશન: એપ મની ચેન્જર્સને એનએસડીએલમાંથી ગ્રાહકનું પેન વેલિડેટ કરવા તાત્કાલિક ધોરણે ગ્રાહકના પેનકાર્ડમાંથી એનું નામ અને જન્મતારીખ તેમજ પેન કાર્ડનું સ્ટેટ્સ મેળવવા સક્ષમ બનાવશે

·       રિયલ-ટાઇમમાં પાસપોર્ટનું વેલિડેશનઃ મની ચેન્જર્સ એમઆરઝેડ કોડ દ્વારા તાત્કાલિક રીતે ગ્રાહકના પાસપોર્ટને વેલિડેટ કરી શકે છે અને નામ અને જન્મતારીખ માટે પેન ડેટામાંથી વધારે વેલિડેશન મેળવી શકે છે

·       તાત્કાલિક ફોટો: ગ્રાહકના પાસપોર્ટ ફોટો સામે લાઇવ પિક્ચર લઈ શકાશે અને એને વેલિડેટ કરી શકાશે.

‘ઇન્સ્ટાFX’ એપ કોઈ પણ એન્ડ્રોઇડ ડિવાઇઝમાંથી ડાઉનલોડ અને ઓપરેટ કરી શકાશે.

ગ્રાહકો દેશભરમાં શહેરો કે એરપોર્ટ્સ પર પાર્ટનર મની ચેન્જર આઉટલેટ્સની મુલાકાત લઈને ‘ICICI બેંક ફોરેક્સ પ્રીપેઇડ કાર્ડ’નો લાભ લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.