Western Times News

Gujarati News

ધનસુરામાં તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરુ 

ધનસુરા તાલુકામાં તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરુ થયા છે તાલુકાની ગ્રામ પંચાયતોમાં રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે, જેને લઈ ખેડૂતો મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન માટે આવી રહ્યા છે. ધનસુરા ગ્રામ પંચાયતમાં પણ ખેડૂતો મોટી સંખ્યા માં રજિસ્ટ્રેશન માટે આવી રહ્યા છે.

સરકારે તુવેર ની ખરીદી માટે એક ક્વિન્ટલ ના ૬૦૦૦ નક્કી કર્યા છે આ માટે પંચાયત માં ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે રજિસ્ટ્રેશન કરી શકાશે રજિસ્ટ્રેશન ની છેલ્લી તારીખ 31-01-2021 છે અને 1-02-2021 થી તુવેર ની ખરીદી શરુ થશે.

રજિસ્ટ્રેશન માટે ખેડૂતો એ લાવવાના જરુરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, પાસબુકની નકલ, ૭/ ૧૨ ૮ /અ ,વાવેતર નો દાખલો.  (દિલીપ પુરોહિત, બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.