Western Times News

Gujarati News

જોધપુરમાં ભારત-ફ્રાન્સના ફાઇટર્સે દુશ્મનના એરસ્પેસમાં ઘૂસવાની પ્રેક્ટિસ કરી

જોધપુર, રાજસ્થાનના જોધપુરમાં ગુરુવારે (21 જાન્યુઆરી)એ પહેલીવાર ભારતીય રાફેલે પ્રદર્શન કર્યું હતું. ભારત-ફ્રાન્સની એરફોર્સનો સંયુક્ત યુદ્ધભ્યાસ (જેઝર્ટ નાઈટ-21) 20 જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 24 જાન્યુઆરી સુધી ચાલશે. સૌથી પહેલા બંને દેશોનાં રાફેલ જેટે ઉડાન ભરી. ત્યાર પછી સુખોઈ અને મિરાઝે પણ આકાશમાં પ્રદર્શન દેખાડ્યું હતું. જોધપુરમાં આકાશ ચોખ્ખું હોવાથી પણ બંને દેશોના પાઇલટને ફાયદો થયો હતો.

મોડી રાતે યુદ્ધાભ્યાસની રણનીતિ તૈયાર કરવામાં આવી બંને દેશનાં રાફેલ ફાઈટર્સ સહિત અન્ય વિમાનો બુધવારે જ જોધપુર પહોંચી ગયાં હતાં. પહેલા દિવસે બંને ટીમોએ એકબીજાનું ઈન્ડ્રોક્શન કર્યું. ત્યાર પછી મોડી રાત સુધી વોર રૂમમાં યુદ્ધભ્યાસની રણનીતિ તૈયાર કરી. ગુરુવારે સવારે બંને ટીમ સંપૂર્ણ તૈયારી સાથે એરબેઝ પર આવી ગઈ હતી. સૌથી પહેલા ફ્રાન્સના રાફેલે ઉડાન ભરી હતી. ત્યાર પછી તો ઘણાં વિમાનો આકાશમાં છવાઈ ગયાં હતાં.

યુદ્ધભ્યાસ જોધપુરથી પાકિસ્તાનની સીમા વચ્ચે કરાયો હતો. આકાશમાં પહોંચતાં જ બંને ટીમો અલગ-અલગ ફોર્મેશનમાં આવી ગઈ હતી. ત્યાર પછી એકબીજાને માત આપીને એરસ્પેસમાં ઘૂસવાનું શરૂ કરવામાં આવ્યું. બંનેમાંથી ટીમમાંથી એક હુમલાવાર અને બીજી રક્ષાત્મક હતી. હુમલાવાર ટીમે વિપક્ષી ટીમની સુરક્ષા તોડીને અંદર પ્રવેશ કરીને આક્રમણ કરવાનું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.