Western Times News

Gujarati News

દંતેવાડા જિલ્લામાં એક મહિલા સમેત ૮ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું

દંતેવાડા, લોન વરાતુ અભિયાન અંતર્ગત એક મહિલા સમેત ૮ નક્સલવાદીઓએ એસપી અભિષેક પલ્લવની સામે આત્મસમર્પણ કર્યુ છે. તેમાથી ચાર નક્સલવાદીઓ પર ઈનામ છે. તમામ નક્સલવાદીઓએ નક્સલવાદ છોડીને સારા માર્ગે ચાલવાનો સંકલ્પ કરીને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સામે આત્મસમર્પણ કર્યુ છે. દંતેવાડાના પોલીસ અધિકારીઓ અનુસાર જિલ્લામાં ચાલી રહેલા નક્સલવાદી નાબૂદી અભિયાન અંતર્ગત વિવિધ ગામોના લોકો ગ્રામીણ નક્સલવાદી સંગઠનમાં જાેડાયા હતા, જેને પાછા લાવવા માટે મોટું અભિયાન ચલાવાયું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ૬૭ ઈનામી સમેત ૨૪૮ નક્સલવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે. સમર્પણ કરનાર નક્સલવાદીઓમાં ભૈરમગઢ એરિયા કમિટીના પ્લેટૂન નંબર ૧૩નો સદસ્ય સુરેશ ઓયામિ, કટેકલ્યાણ એરિયા કમિટીમાં કાર્યરત મહિલા એલઓએસ સદસ્ય જાેગા મંડાવી, ભૈરમગઢ એરિયા કમિટી મિરતુરના સદસ્ય પ્રદીપ, જીયાકોડતા પંચાયત મિલિશિયા પ્લેટૂન ડેપ્યુટી કમાંડર સુલે સામેલ છે.

આ બધા નક્સલવાદી સંગઠનમાં રહીને જવાનો પર હૂમલાઓ, આગચંપી, તોડફોડ અને બોમ્બ લગાવવા જેવી ઘટનાઓમાં સામેલ રહ્યા છે. સમર્પિત નક્સલવાદીઓને છતીસગઢ શાસન પુનર્વસન નીતિ અંતર્ગત ૧૦-૧૦ હજારનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. એસપી ડો. અભિષેક પલ્લવે જણાવ્યું હતું કે સમર્પિત નક્સલવાદીઓમાંથી સુરેશ આયામિ, જાેગા માંડવી, પ્રદીપ કોવાસી અને સુલે કવાસી પર છતીસગઢ સરકારે એક એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું. આ લોકો ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે ઘટીત ઘણી મોટી ઘટનાઓમાં પણ સામેલ રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.