Western Times News

Gujarati News

કિરણ બેદીને હટાવવા માટે મુખ્યમંત્રી રાષ્ટ્રપતિને મળશે

પોડિચેરી, પોડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યું છે કે ઉપરાજયપાલ કિરણ બેદીને હટાવવાની માંગને લઇ તે પોતાના બે મંત્રીઓ અને સાંસદ વી વૈથીલિંગમની સાથે ૨૧ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરશે
મુખ્યમંત્રીએ રાજય આપદા પ્રબંધન પ્રાધિકરણ (એસડીએમએ) ની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારોને કહ્યું કે તેમણે મુલાકાત માટે રાષ્ટ્રપતિ કાર્યાલયથી ટેલીફોન પર સંપર્ક કર્યો હતો તેમણે કહ્યું કે બેઠકમાં બેદીના કાર્ય કરવા માટે કહેવાતી અલોકતાંત્રિક અને નિરંકુશ રીત પર કેન્દ્રિત એક વિસ્તૃત અરજી આપવામાં આવશે તેમણે કહ્યું કે તે એક ચુંટાયેલી સરકાર દ્વારા લાવવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓના અમલમાં અવરોધ ઉભો કરી રહ્યાં છે.અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસનની તસવીરને ખરાબ કરી રહ્યાં છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિથી મળવાનો સમય માંગ્યો હતો કારણ કે બેગીના કહેવાતા હસ્તક્ષેપ નિયમિત શાસન વ્યવસ્થાને નિયંત્રણથી બહાર કરી રહ્યો છે તેમણે આગળ કહયું કે અધિકારીઓને ઉપરાજયપાલ દ્વારા કહેવાતી રીતે ધમકી આપવામાં આવી રહી છે અને આથી તેમને પોતાના કર્તવ્યોનું પાલન કરવા માટે એક સ્વતંત્ર વાતાવરણ મળી રહ્યું નથી નારાયણસામીએ કહ્યું કે તાજેતરના દિવસોમાં બેદીના કહેવાતા નિરંકુશ વલણની વિરૂધ્ધ ધરણા કરવામાં આવ્યા હતાં.
નારાયણસામીએ કહ્યું કે સીઆરપીસીી કલમ ૧૪૪ હેઠળ આદેશ લાગુ કરવાની કોઇ આવશ્યકતા નથી પરંતુ જીલ્લાધિકારીએ તેને લાગુ કર્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.