Western Times News

Gujarati News

સિટ્રોન અમદાવાદમાં ભારતનાં પ્રથમ પાયલોટ “લા માઇઝોન સિટ્રોન” શોરૂમ સાથે સજ્જ

·         એવોર્ડવિજેતા શહેરી રિટેલ શોરૂમ “લા માઇઝોન સિટ્રોન”નો વિચાર વર્ષ 2017માં પેરિસમાં રજૂ થયો હતો, જેનો અમલ દુનિયાભરના 100થી વધારે લોકેશનમાં થઈ રહ્યો છે CITROËN PILOTS INDIA’S FIRST “LA MAISON CITROËN” SHOWROOM IN AHMEDABAD

·         “લા માઇઝોન સિટ્રોન” એટલે “ધ હોમ ઓફ સિટ્રોન” તથા આ આનંદદાયક, રસપ્રદ અને આવકારતા વાતાવરણમાં ગ્રાહકોને બ્રાન્ડનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે

·         ગુજરાતના અમદાવાદમાં પ્રથમ પાયલોટ શોરૂમ ભારતીય બજારમાં ગ્રાહકોને કારની ખરીદીનો ટેકનોલોજીકલ, રસપ્રદ અનુભવ પૂરો પાડવા સંપૂર્ણપણે શ્રેષ્ઠ અને પરફેક્ટ છે

સિટ્રોન ગુજરાતના અમદાવાદમાં ભારતના પ્રથમ “લા માઇઝોન સિટ્રોન” સાથે સજ્જ છે. વર્ષ 2017માં પેરિસમાં પ્રસ્તુત થયેલો આ સિટ્રોન હાઉસના વિચારનો અમલ અત્યારે દુનિયાભરના 100થી વધારે સ્થળોમાં થઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ કારની ખરીદી કરવાનો રસપ્રદ અને સંપૂર્ણ ડિજિટલ અનુભવ આપવાનો છે.

અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર સ્થિત આ ઓટો રિટેલ માટે સૌથી વ્યૂહાત્મક લોકેશન છે છે અને દેશમાં પ્રથમ “લા માઇઝોન સિટ્રોન” શોરૂમ છે, જે વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં C5 એરક્રોસ SUV લોંચ થાય એ અગાઉ તૈયાર થઈ જશે. અમદાવાદમાં 4000 ચોરસ ફીટ સ્પેસમાં આ શોરૂમ લોંચની સાથે ટ્રેસ્ટ ડ્રાઇવ માટેનો કાફલો અને આફ્ટ-સેલ્સ વર્કશોપ ધરાવશે.

“લા માઇઝોન સિટ્રોન” સામાન્ય ઓટોમોબાઇલ શોરૂમની વિભાવનામાં પરિવર્તન લાવવા આતુર છે. આ શોરૂમ મૈત્રીપૂર્ણ, ઉષ્માસભર આવકાર અને રંગીન વાતાવરણ સાથે ‘ઘર જેવો’ સુવિધાજનક અનુભવ આપે છે. ખરીદીની પ્રક્રિયા શરૂ કરવાથી લઈને ખરીદી સુધી આ શોરૂમની ડિઝાઇન ભારતીય કારનાં ગ્રાહકોને ટેકનોલોજીકલ સાથે માહિતીપ્રદ અને રસપ્રદ અનુભવ આપવા માટે તૈયાર થઈ છે.

વિશાળ સ્ક્રીન પસાર થતા લોકોને આકર્ષે છે અને શોરૂમમાં અંદર આવવા પ્રોત્સાહન આપે છે. આકર્ષક ઇન્ટેરિઅર્સ કુદરતી વૂડનું ફિનિશિંગ અને કલરફૂલ ઇન્સ્ક્રિપ્શન ગ્રાહકોને સિટ્રોન બ્રાન્ડનો અનુભવ લેવા આમંત્રણ આપે છે. ટેકનોલોજીથી સમૃદ્ધ ડિજિટલ ટચપોઇન્ટની રચના અને ‘ફિજિટલ’ ઇકોસિસ્ટમની રચના સાથે “લા માઇઝોન સિટ્રોન”નો ઉદ્દેશ કારની ખરીદીની નિરસ પ્રક્રિયાને રસપ્રદ અનુભવ બનાવવાનો છે.

“લા માઇઝોન સિટ્રોન”ની પાયલોટ સુવિધાની શરૂઆત પર સિટ્રોન ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ રોલેન્ડ બૂચારાએ કહ્યું હતું કે, “અમને ભારતમાં “લા માઇઝોન સિટ્રોન”ની શરૂઆત કરવાની ખુશી છે અને અમદાવાદમાં પાયલોટ શોરૂમ સિટ્રોન ઇન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે,

કારણ કે અમે વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમારી પ્રથમ કાર C5 એરક્રોસ SUV લોંચ કરવા સજ્જ છીએ. શોરૂમમાં અનેક સ્ક્રીન હશે, જેમાં ભારતમાં ATAWADAC (એનીટાઇમએનીવ્હેરએનીડિવાઇઝએનીકન્ટેન્ટ) અને ફિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી છે, જે ગ્રાહકોને સિટ્રોન બ્રાન્ડ, ઉત્પાદનો અને સેવાઓને જોવાજાણવાની સુવિધા આપશે.

એમાં કારની સાથે વિવિધ ચીજવસ્તુઓ અને વ્હિકલ કસ્ટમાઇઝેશન પણ સામેલ હશે. “લા માઇઝોન સિટ્રોન” ગ્લોબલ રિટેલ કન્સેપ્ટ છે, જેણે દુનિયાભરમાં સિટ્રોનના ખુશ ગ્રાહકોમાં સારી એવી પ્રતિષ્ઠા અને પ્રશંસા મેળવી છે.”

ભારતમાં ડિલર નેટવર્ક ડેવલપમેન્ટ વિશે સિટ્રોન ઇન્ડિયાના સેલ્સ એન્ડ નેટવર્કના વાઇસ પ્રેસિડન્ટ જોએલ વેરાનીએ કહ્યું હતું કે, “સિટ્રોન એટલે સુવિધા અને ઇનોવેશન તથા ગ્રાહકની આ ATAWADACની સફર દ્વારા અમને ખાતરી છે કે અમે ભારતીય કારના ગ્રાહકો દેશમાં એમની કારની ખરીદીમાં પરિવર્તન લાવીશું. ભારતમાં 10 મુખ્ય શહેરોથી શરૂ કરીને આ ‘ફિજિટલ’ રિટેલ ફોર્મેટનો ઉપયોગ ભારતમાં ગ્રાહકો માટે વિશિષ્ટ અને રસપ્રદ અનુભવ પ્રસ્તુત કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.