Western Times News

Gujarati News

કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હવે આમંત્રણ આપી શકાશે

Files Photo

ગમે એટલી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકાશે જાેકે માસ્ક પહેરવા સહિતની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

ગાંધીનગર,  ખુલ્લા મેદાનમાં લગ્ન પ્રસંગ સહિત કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે તો કોઈ પણ પ્રકારની લિમિટ રાખવામાં આવી નથી. પ્રસંગ યોજનાર ગમે તેટલી વ્યક્તિઓને આંમત્રિત કરી શકે છે. પરંતુ માસ્ક રહેવું ફરજીયાત છે એવી આજે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ પરિષદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે સરકારે લીધેલા મહત્વના ર્નિણયો અંગે જાહેરાત કરી હતી. બીજી તરફ સીએમ રૂપાણીએ સૌથી મોટી જાહેરાત કરી હતી જેમાં તેમણે લગ્નપ્રસંગના મહેમાનોને આંમત્રિત કરવા અંગે જાહેરાત આપી છે, અને વધુ છુટછાટ આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે જાે કોઈ પણ વ્યક્તિ દ્વારા ખુલ્લા મેદાનમાં લગ્ન પ્રસંગ સહિત કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે તો કોઈ પણ પ્રકારની લિમિટ રાખવામાં આવી નથી.

પ્રસંગ યોજનાર ગમે તેટલી વ્યક્તિઓને આંમત્રિત કરી શકે છે. પરંતુ માસ્ક રહેવું ફરજીયાત છે. તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ખુલ્લા કે જાહેર મોટા મેદાનમાં સંખ્યાની મર્યાદાની ગાઈડલાઈન રહેશે નહી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારે લીધેલા ર્નિણયો જણાવ્યા હતા.

મુખ્યપ્રધાન રૂપાણીની સાથે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ એસીબીના વડા કેશવકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્યમાં ગુનાખોરીને નાથવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે. સીએમે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં માથાભારે તત્વોના કારણે વિકાસ અટકી ગયો હતો

પરંતુ ભાજપ સરકારે ભૂમાફિયાઓ અને ગુંડાઓને નાથવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ ગુજસીટોક જેવા કાયદાઓ બનાવ્યા હતા. આ ઉપરાંત મુખ્યપ્રધાન રૂપાણીએ વર્ષ ૧૯૯૫થી ચાલતા આર આર સેલને બંધ કરવાની પણ જાહેરાત કરીપ તેમણે કહ્યું કે જિલ્લા એસપીની સત્તાને વધુ મજબૂત બનાવવા માટે ર્નિણય કરાયો છે. જરૂર પ્રમાણે વધુ સ્ટાફની પણ ફાળવણી કરાશે તેમ સીએમે જણાવ્યું હતુ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ૧૯૯૫થી ચાલતી આરઆરસેલ નાબૂદ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પોલીસના બોડી પર કેમેરો લાગશે તેની સમગ્ર કાર્યવાહી કોઈ ત્રીજી વ્યક્તિ નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.