Western Times News

Gujarati News

જૈન યુવતી સવા લાખ પગારની નોકરી છોડી દીક્ષા લેશે

અમદાવાદ,  ૨૦૧૪માં પાયલ શાહે મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત એક જાણીતી કંપનીમાં જાેબ શરૂ કરી હતી અને તેની સામે ભવિષ્યનો માર્ગ એકદમ સ્પષ્ટ હતો. પરંતુ એક વળાંક એવો આવ્યો કે ક્વોલિફાઈડ સીએ અને ઓલ ઈન્ડિયા રેન્કિંદની ટોપરે પોતાનો માર્ગ બદલવાનું નક્કી કરી લીધું.

અને એ નવી દિશામાં જવા માટે તેણે રોજના પાંચ કિલોમીટર ચાલવાનું શરૂ કરી દીધું.૨૪ ફેબ્રુઆરીના રોજ ૩૧ વર્ષીય પાયલ હાલના જીવનની સઘળી મોહમાયા ત્યાગીને જૈન સાધ્વી તરીકે દીક્ષા લેશે અને સાદા શ્વેત વસ્ત્ર ધારણ કરશે. સુરતમાં યોજાનારા દીક્ષા સમારોહમાં જેમનામાંથી પ્રેરણા મળી તે તેના ગુરુજી પૂજ્ય સાધ્વીજી પ્રશમલોચનાશ્રીજી હાજર રહેશે. પાયલ શાહ આચાર્ય ભગવંત પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય ક્રિત્યાસૂરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ દીક્ષા લેશે.

વાલ્કેશ્વરની એક કંપનીમાં કામ કરતી પાયલ વર્ષે ૧૫ લાખ રૂપિયા (માસિક પગાર ૧.૨૫ લાખ રૂપિયા) કમાતી હતી. પાયલનું મૂળ વતન ગુજરાતમાં છે અને તેના પિતા મુંબઈમાં કિચનવેર સ્ટોર ચલાવે છે. મારી સફર સાત વર્ષ પહેલા શરૂ થઈ હતી. મુંબઈમાં અમારા ઘરની નજીક જૈન સાધ્વીઓ રહેતી હતી ત્યારે હું તેમને મળવા જતી હતી.

રજા કે મોબાઈલ ફોન વિના પણ તેઓ ખુશ અને સંતુષ્ટ હતા, આ જાેઈને હું અવાચક થઈ ગઈ હતી”, તેમ પાયલે જણાવ્યું. બાદમાં પાયલે એ સાધ્વીઓ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. હું તેમની સાથે ઓછામાં ઓછું એક વર્ષ રહી હોઈશ અને ત્યારથી જ મારી આધ્યાત્મિક સફર શરૂ થઈ હતી તેમ પાયલે ઉમેર્યું.

ગુરુ મહારાજ પરમાલોચન શ્રીજી સાથેની મુલાકાત આંખ ઉઘાડનારી બની હતી. જીવન તરફનો મારો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાવાનો શરૂ થયો હતો. તેમ પાયલે કહ્યું. આ યુવાન મહિલા માટે કોઈપણ લક્ષ્ય કરતાં મોટી છે તેની આત્માની શોધ. સંયમનની જિંદગી જીવવા માટે દુનિયાનો ત્યાગ કરીને જંગલમાં જતા રહેવાની કે હિમાલયના ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી તેમ તેનું માનવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.