Western Times News

Gujarati News

અમદાવાદમાં ૨૦થી વધુ બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો

અમદાવાદ: શહેરના જીઆઈડીસી વિસ્તારમાં પાર્ક થયેલા બાઈકની ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વાહન તો ચોરી લીધું પરંતુ વેચે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો. આ સાથે એક જ નહીં, પરંતુ ૨૨ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ૪.૬૫ લાખની કિંમતના ૨૦ મોટર સાયકલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ આર.જી. રાઓલ તથા સ્ટાફના માણસોએ શુક્રવારે વહેલી સવારે કઠવાડા ગામ મ્જીદ્ગન્ ઓફિસની સામેથી ચોરીનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગોવિંદ ઉર્ફે કાભજી રાવજીભાઈ મોતીજી ખાંટ (ઉંમર- ૩૮ વર્ષ, રહેવાસી- મઠ, દસક્રોઈ)ને ઝડપી પાડ્યો હતો

અને રૂપિયા ૨૫૦૦૦ની કિંમતનું બાઈક જપ્ત કર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી છેલ્લા ૩ મહિનાથી કોઈ વાહનામાં બેસીને અમદાવાદ આવતો અને રિંગ રોડ વિસ્તારના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાંથી બાઈક ચોરી કરતો અને બાદમાં વેચી દેતો.

આરોપી ગોવિંદ છેલ્લા ૩ મહિનાથી પોતાના ગામેથી આવી નિકોલ તથા ઓઢવ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પાર્ક કરેલી બાઈકને ડુપ્લીકેટ ચાવીથી ખોલીને ગણતરીની મિનિટોમાં ચોરી કરતો અને બાદમાં ચોરી કરેલી બાઈકો કઠવાડા ગામથી પરઢોલ ગામ જતા ખારી નદીના કિનારે ગોચરમાં અવાવરૂ જગ્યાએ ગ્રાહક મળે ત્યારે વેચવા મૂકી દેતો હતો.

જાે કે, હવે ઝડપાયા બાદ નદીના કોતરોમાં સંતાડેલા અન્ય ૧૯ બાઈક પણ મળી આવ્યા. આમ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને ૨૦ બાઈક જપ્ત કરવાની સાથે ૨૨ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. બે અઠવાડિયા પહેલા ખાડિયા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૫.૯૨ લાખના ૬૮ દ્વિચક્રી વાહનો ચોરી કરી હાહાકાર મચાવનાર બે રીઢા વાહનોચોરને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી  પ્રમાણે ખાડિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર એચ દેસાઈ અને તેમની ટીમ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની વાહનચોરીના બનાવોમાં સંડોવાયેલા લોકો અંગે તપાસ કરી રહી હતી.

ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે વાહનચોરીમાં સંડોવાયેલા બે શખ્સ મોહમ્મદ રફીક મોહમ્મદ આલમ અંસારી (ઉંમર- ૪૦ વર્ષ, રહેવાસી- બાપુનગર) અને શોએબ અબ્દુલસમદ શેખ (ઉંમર- ૨૮ વર્ષ, રહેવાસી- એમ.બી ફ્લેટ, રખિયાલ)ને ૨૮ ડિસેમ્બરના રોજ ચોરીના વાહન સાથે ઝડપી લીધા હતા.

પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, શોએબ રખિયાલ વિસ્તારમાં દુકાન ધરાવી સિલ્વર ઓટો કન્સલ્ટન્ટના નામે વાહનોની લે-વેચનો ધંધો કરે છે અને ધંધાની આડમાં ચોરીના વાહનો પણ વેચે છે.
પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, શોએબે શાહરૂખ શેખ અને શાકીબ નામના શખ્સો પાસેથી પણ ચોરીના વાહનો લીધા હતા. મોહમ્મદ રફીકે પણ ૫૫ વાહનોની ચોરી કરી હતી. તેમાંથી ૪૦ વાહનો શોએબને વેચાણ માટે આપ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી ૧૫.૯૨ લાખના ૬૮ વાહનો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.