Western Times News

Gujarati News

આમિરે દિકરા સાથે ભારે વરસાદ વચ્ચે ફૂટબોલ રમવાની માણી મજા

મુંબઈ, બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન હંમેશા પોતાના પરિવારને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરતા જાેવા મળે છે. આમિર ફિલ્મોની સાથે સાથે પરિવાર સાથે પણ સમય વિતાવતા જાેવા મળે છે.

Aamir enjoys playing football with his son a mid heavy rain

દીકરા આયરા ખાન સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા આમિર ખાનના ઘણા જ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. ત્યારે હવે દીકરા આઝાદ સાથેનો આમિર ખાનનો વીડિયો તેમના ચાહકોના દિલ જીતી રહ્યો છે. વરસાદ આવતા જ બાળકો તેનો લ્હાવો લેવા માટે ઘરની બહાર નીકળી જતાં હોય છે.

વરસાદી વાતાવરણ જ એવું કઈક હોય છે કે બાળકોની સાથે સાથે મોટા લોકો પણ બાળક બની જાય છે. વરસાદના આહલાદક વાતાવરણમાં બાળકો સાથે રમવાની મજા જ કંઈક ખાસ હોય છે. ત્યારે આવા જ વાતાવરણમાં આમિર ખાને પોતાના દિકરા આઝાદની સાથે ફૂટબોલ રમવાની મજા માણી હતી.

આમિર ખાનના પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિકરા સાથે મસ્તી કરતા આમિર ખાનનો વીડિયો શેર કરાયો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે વરસતા વરસાદ આમિર ખાન અને તેમનો દિકરો આઝાદ ફૂટબોલ રમવાની મજા લઈ રહ્યા છે.

એટલું જ નહીં બંને બાપ-દિકરો આટલા ભારે વરસાદમાં પણ ફૂટબોલ રમવાની સાથે એન્જાેઈ કરી રહ્યા છે. વરસતા વરસાદ વચ્ચે દિકરા સાથે મસ્તી કરતા આમિર ખાનના આ અંદાજને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ઈન્સ્ટગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં આમિર ખાનની ફિટનેસ પણ લાજવાબ દેખાઈ રહી છે. હાલ તો આમિર ખાનનો નવા જ અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ચુક્યો છે. વીડિયો પર તેમના ફેન્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.