Western Times News

Latest News from Gujarat India

અમદાવાદ રેલવે મંડળે 82 દિવસોમાં રેવેન્યુના 1800 કરોડના આંકડાને કર્યો પાર

Ahmedabad Western Railway Division surpasses Rs 1800 crore revenue in 82 days

પ્રતિકાત્મક

માલ લોડીંગના રેવેન્યુમાં 1500 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી બનાવ્યો નવો કિર્તિમાન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પોતાના રેવેન્યુને વધારવા માટે સર્વોત્તમ સંભવ પ્રયત્નો કર્યા છે અને આની ગતિને જાળવી રાખી છે.

મંડળ રેલવે પ્રબંધક શ્રી તરૂણ જૈનના કુશળ નેતૃત્વમાં અમદાવાદ મંડળે 21 જૂન, 2022 ના રોજ 82 દિવસોમાં 1800 કરોડ રૂપિયાના કુલ રેવેન્યુના આંકડાને પાર કરી દીધો છે. જે પાછલા વર્ષે 1173.20 કરોડ રૂપિયાના આ જ સમયગાળાની સરખામણીમાં લગભગ 54% થી અધિક છે. Ahmedabad Western Railway Division surpasses Rs 1800 crore revenue in 82 days

અમદાવાદ મંડળે માલ લોડીંગ રેવેન્યુમાં 1500 કરોડ રૂપિયાના આંકડાને આ 82 દિવસોમાં પાર કરીને એક કિર્તિમાન સ્થાપિત કર્યો છે. જે પાછલા વર્ષે આ સમયગાળામાં 1066.36 કરોડ હતો.

જેમાં 41.66% ની વૃદ્ધિ પ્રાપ્ત કરી છે. મંડળ રેલવે પ્રબંધક શ્રી જૈનના દૂરંદેશી નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને ઉર્જાવાન પ્રેરણા અને રાષ્ટ્ર પ્રથમ, સર્વદા પ્રથમ, અંત્યોદય, સામાજિક સમરસતા, ઝીરો ટોલરન્સ અને હંગ્રી ફોર કાર્ગોના સિધ્ધાંતોને સમાહિત કરનારા દર્શનના સિધ્ધાંત હેઠળ આ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે.

મંડલ રેલવે પ્રવક્તા અમદાવાદ એ આ માહિતી આપતાં જણાવ્યું કે નીતિઓમાં વ્યાપક ફેરફાર અને વિવિધ ક્ષેત્રોમાં મંડળ દ્વાર અધિકતર માર્કેટીંગ પ્રયત્નોથી રેવેન્યુમાં સતત વધારો થયો છે.

અમદાવાદ મંડળે તારીખ 21 જૂન 2022 ના રોજ આજ સુધીના સર્વાધિક પ્રતિદિવસ વેગન લોડીંગ (3285 વેગન/68 રેક) લોડ કરીને પાછલા સર્વશ્રેષ્ઠ તારીખ 17 મે, 2022 ના (3182 વેગન/55 રેક) નો વિક્રમ તોડીને નવો કિર્તિમાન બનાવ્યો છે, જેમાં સર્વાધિક ગાંધીધામ ક્ષેત્રથી (2683 વેગન/55 રેક) લોડીંગ કરવામાં આવ્યા છે, જે પાછલા વર્ષે 14 નવેમ્બર 2021 ના સર્વશ્રેષ્ઠ (2647 વેગન/57 રેક) થી અધિક છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers