Western Times News

Gujarati News

એક રૂપિયામાં આશ્રમ-૩માં કામ કરવા તૈયાર હતી ઈશા

મુંબઈ, પહેલી બે સીઝન હિટ રહ્યા બાદ પ્રકાશ ઝા વેબ સીરિઝ ‘આશ્રમ’ની ત્રીજી સીઝન લઈને આવ્યા છે. અગાઉની જેમ ‘એક બદનામ આશ્રમ ૩’ને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે.

Isha was ready to work in Ashram-3 for one rupee

નવી સીઝનમાં બોલિવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ સોનિયાનું પાત્ર ભજવ્યું છે, જે ‘બાબા નિરાલાની છબીમાં ફેરફાર લાવે છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, આ વેબ સીરિઝમાં કામ કરવા માટે પ્રકાશ ઝાને ‘હા’ પાડવામાં તેણે બિલકુલ સમય લીધો નહોતો.

‘લોકોના મોંએથી મેં ‘આશ્રમ’ વિશે ઘણું સાંભળ્યું હતું. લોકડાઉન દરમિયાન બધા તેના વિશે જ વાત કરતા હતા. તે સમયે હું મારા માતા-પિતા સાથે દિલ્હીમાં હતી. દરેક વ્યક્તિ કહેતી હતી કે ‘શું શો છે!’ તેથી જ્યારે પ્રકાશ ઝા મારી પાસે આવ્યા અને કહ્યું કે ‘આ તારું પાત્ર છે’, મેં તરત કહ્યું હતું ‘હું કંઈ સાંભળવા માગતી નથી. મને માત્ર એક રૂપિયો આપો અને હું તે કરીશ’.

મને પૈસા અથવા શૂટિંગ શિડ્યૂલ અથવા ડેટ્‌સ વિશે ચિંતા નહોતી. સોનિયાના રોલ માટે પ્રકાશ સરે મારો વિચાર કર્યો તે માટે હું આભારી રહીશ. જ્યારે એક જ પ્રોજેક્ટમાં બે કે તેથી વધુ હીરોઈન કામ કરતી હોય ત્યારે વિવાદ થતો હોય છે. ‘આશ્રમ ૩’માં ઈશા ગુપ્તા સિવાય અદિતિ પોહાંકર, અનુપ્રિયા ગોયંકા અને ત્રિધા ચૌધરી એમ ચાર-ચાર હીરોઈન છે.

ફીમેલ એક્ટર્સથી ભરેલા સેટ પર કામ કરવા વિશે વાત કરતાં ઈશા ગુપ્તાએ કહ્યું હતું કે ‘મેં હંમેશા તેવી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં મજબૂત મેલ કાસ્ટ હોય.

બાદશાહોથી લઈને ટોટલ ધમાલ, સેટ મેલ એનર્જીથી ભરેલા હતા. જાે કે, આ વખતે મારી આસપાસ ઘણી ફીમેલ એક્ટર્સ હતી. તેથી, આશ્રમ ૩ના સેટ પર ફીમેલ એનર્જી વધારે હતી તે વાત મને ગમી હતી.

સૌથી સરપ્રદ વાત એ હતી કે, દરેક એક્ટ્રેસ પાસે મજબૂત અને સારુ પાત્ર હતું. સેટ પર અન્ય એક્ટ્રેસિસ સાથે થયેલા બોન્ડિંગ અંગે ઈશા ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘શૂટની સૌથી સારી વાત એ હતી કે બ્રેક દરમિયાન અમે ભેગા થતા હતા અને મેક-અપ તેમજ લિપસ્ટિક શેડ વિશે વાત કરતા હતા.

જ્યારે કાસ્ટ મેલ કો-એક્ટર્સથી ભરેલી હોય ત્યારે તમે આ બધું કરી શકતા નથી. તેથી, આ વખતે મેં કેમેરા પાછળ ખરેખર મજા લીધી હતી. એકબીજા સાથે સારી રીતે કનેક્ટ થવા પાછળનું કારણ જણાવતાં એક્ટ્રેસે કહ્યું હતું ‘અમે બધા ઈન્ડસ્ટ્રી બહારના છીએ.

અમે અલગ-અલગ જગ્યાએથી આવીએ છીએ અને અહીં પોતાની જગ્યા બનાવી રહ્યા છીએ. તેથી, અમે સારી રીતે કનેક્ટ કરી શક્યા. અમે સંપર્કમાં રહીશું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.