Western Times News

Gujarati News

મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ CM રિલીફ ફંડમાં આપ્યા ૨૫ કરોડ

Mukesh Ambani and Anant Ambani donated Rs 5 crore to the relief fund

ગુવાહાટી, ભયંકર પૂરનો સામનો કરી રહેલ આસામની આર્થિક મદદ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીનો આભાર માન્યો છે.

મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ એક ટિ્‌વટમાં કહ્યું કે મુખ્યમંત્રી રાહત કોષમાં ૨૫ કરોડ રૂપિયાનું દાન આપીને આ મહત્વપૂર્ણ સમયમાં આસામના લોકો સાથે ઉભા રહેવા માટે મુકેશ અંબાણી અને અનંત અંબાણીનો હાર્દિક આભાર. તેમણે આગળ કહ્યું કે અમે આ પ્રકારના કાર્યાની પ્રશંસા કરીએ છીએ.

આનાથી અમારા પૂર રાહત ઉપાયોને ઘણી મોટી મદદ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે આસામમાં પૂરની સ્થિતિ શુક્રવારે પણ ગંભીર રહી હતી. રાજ્યના ૪૫.૩૪ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અધિકારીઓના મતે બ્રહ્મપુત્ર અને બરાક નદીઓ પોતાની સહાયક નદીઓ સાથે ઉફાન પર છે.

જાેકે કેટલાક ક્ષેત્રોમાં પૂરના પાણી ઉતરી રહ્યા છે. રાજ્યમાં પૂરના કારણે છેલ્લા ૨૪ કલાકમાં અન્ય સાત લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧૦૮ થયો છે. અસમની બરાક ઘાટીમાં પ્રવેશ દ્વાર માનવામાં આવતા સિલચરના મોટાભાગના વિસ્તાર જલમગ્ન છે.

આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણે કહ્યું કે ગંભીર રુપથી પ્રભાવિત જિલ્લા અને વિશેષ રુપથી કછાર જિલ્લામાં અતિરિક્ત સંશાધનો સાથે બચાવ અને રાહત કાર્યોમાં ઝડપ લાવવામાં આવી છે. અધિકારીઓના મતે રાહત અને બચાવ કાર્યો માટે એનડીઆરએફની આઠ ટીમને ઇટાનગર અને ભુવનેશ્વરથી બોલાવવામાં આવી છે.

જેમાં કુલ ૨૦૭ કર્મી છે. જ્યારે ૧૨૦ સદસ્યોવાળી સેનાની એક ટીમ દીમાપુરથી નૌ નૌકાઓ સાથે મળીને સિલચરમાં બચાવ અભિયાન માટે મોકલવામાં આવી છે. રાજ્ય સરકારે જિલ્લામાં સ્થિતિની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ૦૩૬૧-૨૨૩૭૨૧૯, ૯૪૦૧૦૪૪૬૧૭ અને ૧૦૭૯ સેવા શરૂ કરી છે.

અધિકારીઓના મતે લગભગ ત્રણ લાખ લોકોને ભોજન, સ્વચ્છ પાણી અને દવાઓનો અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે લગભગ આખું સિલચર શહેર પાણીમાં ડુબેલું છે.

અધિકારીઓએ કહ્યું કે પ્રભાવિત વિસ્તારમાં ભોજનના પેકેટ, પાણીની બોટલો અને અન્ય જરૂરી વસ્તુઓ વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા આપવામાં આવી રહી છે. પૂરના કારણે લગભગ ૨.૮૦ લાખથી વધારે લોકોએ રાહત શિવરોમાં શરણ લીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.