Western Times News

Gujarati News

નફીસાએ જીવન ટૂંકાવ્યાના છઠ્ઠા દિવસે FIR થઈ

Police FIR

વડોદરા, વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના ચકચારી નફીસા આપઘાત પ્રકરણમાં પ્રેમમાં દગો કરનાર અને આપઘાત માટે મજબૂર કરનાર અમદાવાદના પ્રેમી રમીઝ શેખ સામે વડોદરા જે.પી. પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેણાની ફરિયાદ નોંધાઇ છે.

An FIR was lodged on the sixth day of Nafisa’s life

૧૯ જૂનના રોજ આપઘાત કર્યા બાદ આજે છેક છઠ્ઠા દિવસે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, નફીસાને તેનો પ્રેમી અવારનવાર કહતો હતો કે, તારે મરવું હોય તો મરી જા.

પોલીસે ફરિયાદના આધારે પ્રેમીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જે.પી. પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે અમદાવાદ તેના નિવાસસ્થાને ગઇ હતી. પરંતુ આરોપી મળી આવ્યો નહતો.

નફીસાની બહેન સુલતાના ખોખરે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં રમીઝ શેખનું નામ લઈને ફરિયાદ નોંધાવી હતી. શેખ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવતી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સુલતાનાએ જણાવ્યું કે તેની બહેને અગાઉ પણ તેના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે શેખે તેને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન નહીં કરે. નફીસા અને શેખ રિલેશનશિપમાં હતા. લગભગ એક વર્ષ પહેલા નફીસાએ સુલતાનાને પણ આ વાત કહી હતી. સુલતાનાએ દાવો કર્યો છે કે શેખ નફીસાને તેના તાંદલજાના ઘરે મળવા જતો હતો

જ્યારે નફીસા પણ અમદાવાદમાં તેના પરિવારને મળવા જતી હતી. સુલતાનાના જણાવ્યા અનુસાર, લગભગ ચાર મહિના પહેલા નફીસાએ તેના ભાઈ સાબીરને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા ફોન કર્યો હતો. જે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને જે બાદ સામે આવ્યું હતું કે શેખે તેની સાથે લગ્ન કરવાની ના પાડી હોવાથી તેણીએ ઝેર પી લીધું હતું.

શેખના પરિવારને આ વિશે જાણ કરવામાં આવી અને તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા. આ ઘટના પછી પણ નફીસા અને શેખના સંબંધો ચાલુ રહ્યા. જાેકે, ૧૪ જૂને નફીસાએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યાનો બીજાે પ્રયાસ કર્યો હતું. ત્યારે પણ તેને બચાવી લેવામાં આવી હતી

અને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશને આ ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. આ વખતે પણ નફીસાએ આત્મહત્યાનો પ્રયાસ એટલા માટે કર્યો હતો કારણ કે તે શેખને મળી શકી ન હતી શેખે તેના ફોન પણ લીધા ન હતા. સુલતાનાએ દાવો કર્યો કે નફીસાએ તેને કહ્યું કે જાે શેખે તેમનો સંબંધ તોડી નાખશે તો પોતે સમાજમાં મોઢું દેખાડવા જેવી નહીં રહે

અને પોતાની જ બદનામી થશે. કેસની તપાસ કરી રહેલા જેપી રોડ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. પટેલે જણાવ્યું કે શેખના માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર તેમના સંપર્કમાં નથી. “અમે આની ખાતરી કરવા માટે તેમની કોલ વિગતો તપાસીશું. શેખ ઘટના બાદ ફરાર છે.” પટેલે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.