Western Times News

Gujarati News

NH 64 ઉપર હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીથી ગાય ગટરમાં ખાબકી

નેશનલ હાઈવે નંબર ૬૪ પાસેના સર્વિસ રોડ ઉપર ગટર ખુલ્લી રહેતા દુર્ઘટના બની : હાઈવે ઓથોરિટી સામે નગરજનોમાં રોષ.

(વિરલ રાણા) ભરૂચ,
આમોદ નગર માંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર આજે ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો.આમોદ નગર માંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર બચ્ચો કા ઘરની સામે સર્વિસ રોડ ઉપર આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઈ વે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે ઓથોરિટીએ સુરતની એજન્સીને ૨૦૧૭ માં ૧૩.૪૦ કરોડના ખર્ચે આમોદ – નાહીયેર તેમજ સુડી- સમની સેક્શનનું કામ આપવામાં આવ્યું હતું.જેમાં રોડ સેફટીને લગતાં નિયમોનું પાલન કરવાનું હતું.પરંતુ એજન્સી તેમજ માર્ગ અને મકાન વિભાગ ભરૂચની મિલીભગતથી માત્ર કાગળ ઉપર જ ૧૩.૪૦ કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો.

જેમાં હાઈવેની બાજુમાં બનાવવામાં આવેલી ગટરો અત્યંત તકલાદી બનાવવામાં આવી હતી.જે ગટર ભારદારી વાહનોને કારણે અનેક વખત તૂટી ગઈ હોવાથી હાઈવે ઓથોરીટીના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની ચાડી ખાઈ રહી છે.તેમજ રોડ સેફટી અંગેના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.

તેમજ રીફલેકટર લાઈટ કે અન્ય કોઈ કામગીરી નહીં કરવાથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેનો ભોગ નિર્દોષ વાહનચાલકો પણ બની રહ્યા છે.હાઈ વે ઓથોરિટીની ગંભીર ભૂલને કારણે ગટરમાં પડેલી ગાયને ભારે જહેમત બાદ પશુપાલકોએ બહાર કાઢી હતી.ત્યારે શું હાઈવે ઓથોરિટી આવી તકલાદી બનેલી ગટરો ફરીથી રીપેર કરાવશે કે પછી કોઈ ગંભીર અકસ્માતની રાહ જુવે છે?તે આમોદ નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.