Western Times News

Gujarati News

રણવીર સિંહ અને એસ્ટ્રલ પાઇપ્સનું તેમની સિંધી ફિલ્મ સાથે પુનરાગમન

મુંબઈ, એસ્ટ્રલ ભારતની અગ્રણી અને વિશ્વસનિય પાઇપ્સ બ્રાન્ડ્સ પૈકીની એક છે, જે રાષ્ટ્રીય સ્તરે બહોળું નેટવર્ક અને કામગીરી ધરાવે છે. એસ્ટ્રેલ વર્ષ 2021માં એક હાઇ ડેસિબલ મલ્ટિમીડિયા અભિયાનમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર સુપરસ્ટાર રણવીર સિંહને (Ranveer Singh Astral Dadho Sutho Campaign) બનાવ્યાં હતાં.

આ અભિયાનની સારી પ્રશંસા થઈ હતી. હવે એસ્ટ્રલે ‘દાઢો સુથો’ (અતિ સરસ) ટાઇટલ ધરાવતા વિશિષ્ટ બ્રાન્ડ કમ્યુનિકેશન અભિયાનમાં રણવીર સિંહ સાથે ગ્રાહકોને ફરી આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં સારી ગુણવત્તાયુક્ત પાઇપના મહત્વને પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

યૂથ આઇકન રણવીર સિંહ આ કમર્શિયલમાં સિંધી પાત્ર ભજવશે અને ફિલ્મ સંપૂર્ણપણે સિંધી ભાષામાં શૂટ થઈ છે, જેથી નવીનતા આવે અને લોકોને લાંબો સમય યાદ રહે. ‘દાઢો સુથો’ અભિયાન એ હકીકત પર આધારિત છે કે, જ્યારે મોટા ભાગના લોકો તેમના સ્વપ્નનું ઘર બનાવે છે,

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

ત્યારે મોટા ભાગના લોકો લાઇટ્સ અને અન્ય ફર્નિશિંગ જેવા ઇન્ટેરિઅર્સ પર મોટો ખર્ચ કરે છે. પણ જ્યારે પાઇપની વાત આવે છે, ત્યારે લોકો તેની ગુણવત્તા સાથે સમાધાન કરે છે, કારણ કે સારાં પાઇપ વિશે જાગૃતિ અને જાણકારીનો અભાવ છે. ઉપરાંત પાઇલ દિવાલની પાછળ છુપાઈ રહેતાં હોવાથી એનું ‘શૉ ઓફ’ મૂલ્ય નથી. છતાં પાઇપની ગુણવત્તાની અવગણના કરવી સંપૂર્ણ ઘરને નુકસાન કરી શકે છે.

એસ્ટ્રલ લિમિટેડના કૈરવ એન્જિનીયરે કહ્યું છે કે, ”એક જવાબદાર બ્રાન્ડ તરીકે અમે અમારા ઉપભોક્તાઓને તેમના સ્વપ્નના ઘરમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત અને લાંબો સમય ચાલે એવી પાઇપમાં રોકાણ કરવાની જાણકારી આપવી જોઈએ એવું માનીએ છીએ.

જાહેરાતમાં પહેલી વાર રણવીર સિંહ સિંધી પાત્રમાં જોવા મળશે અને તેઓ રસપ્રદ રીતે ઘરમાં ઉપયોગ કરવા માટે ગુણવત્તાયુક્ત પાઇપનો ઉપયોગ કરવા અને મજબૂત પાયો નાંખવાનો સંદેશ અસરકારક રીતે આપશે, જેનાથી ભારતની ભરોસાપાત્ર પાઇપ તરીકે એસ્ટ્રલનું મૂલ્ય વધશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.