Western Times News

Gujarati News

શિક્ષણમંત્રીએ બેચરાજી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોનું નામાંકન કર્યુ

મહેસાણા,શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શ્રુંખલાના પ્રારંભ કરતા જણાવ્યું હતુ કે, રાષ્ટ્રના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીઘર્દ્રષ્ટી પગલે શરૂ કરેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના માધ્યમથી આજે રાજ્યમાં શૈક્ષણિક વિકાસમાં ક્રાંતિ આવી છે.

The elementary school students of Becharaji taluka were nominated by the education minister.

શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ૩૨,૦૧૩ શાળાઓમાં ત્રિ દિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના મહાયજ્ઞમાં અધિકારીઓ, પદાધિકારીઓ સમાજના આગેવાનો બાળકો સાથે જાેડાયા છે. તેમણે ઉમેર્યુ હતુ કે રાજ્યમાં “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકોના મોનીટરીંગની વ્યવસ્થાની પહેલ ગુજરાતે કરી છે.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે. ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે સમાજનો બાળક મુખ્ય પ્રવાહમાં આવ્યો છે. શિક્ષણથી સમાજમાં આમુલ પરીવર્તન લાવવાનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ તેમ જણાવી સમાજના છેવાડાના માનવીમાં શિક્ષણ માટે વાતાવરણ ઉભુ થયું છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ૨૦ વર્ષ પહેલાના અને આજના શિક્ષણની કલ્પના એજ શિક્ષણ વિકાસની પ્રગતિ છે. શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જાેડવાનું કામ કર્યું છે. શિક્ષણમાં જાગૃતિને ભગીરથ કાર્યની અવિરત યાત્રા શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનશે.

શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ નિતિ ને પગલે ઉત્તમથી સર્વોત્તમ શિક્ષણનો માર્ગ ગુજરાતે અપનાવ્યો છે. રાજ્ય સરકારે વિધાર્થીઓના ઇનોવેશન, આઇડીયાને પ્રોત્સાહન મળે તે માટે રૂ.૫૦૦ કરોડની જાેગવાઇ કરી દેશમાં ગુજરાતે આગેવાની લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, સત્તા અને પદ રાજ્યની સેવા માટે છે. સરકારે ગામડામાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળે તે માટે વિશેષ ચિંતા કરી છે.

દેશના પ્રધાનમંત્રીશ્રીએ સેવેલ સ્વપ્ન એક ભારત શ્રેષ્ઠ ભારત થકી વિશ્વ ગુરૂની પહેલમાં સાથે મળીને આગળ વધવા અપીલ કરી હતી. મંત્રીશ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણના વિકાસ થકી ગુજરાતને એક નવી ઓળખ મળી છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યના વિકાસમાં અનેક આમૂલ પરિવર્તનો આવ્યા છે.

રાજ્યના ગામડાઓને જીવંત બનાવવા સરકારે કમર કસી છે . સુજલામ સુફલામ યોજનાથી ખેતર નવપલ્લિત થયા છે જેનાથી ગ્રામીણ રોજગારીનું સર્જન થયું છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકારે કામ કર્યું છે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.