Western Times News

Gujarati News

શર્ટલેસ તસવીર પર જોનસને કહ્યું આપણે પણ કપડા ઉતારી દઈએ

બર્લિન, G7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મજાક ઉડાવી છે. જર્મનીમાં આ નેતાઓએ લંચ દરમિયાન પુતિનની તે તસવીરને લઈને મજાક બનાવી, જેમાં તે શર્ટ પહેર્યા વગર છે. તેની છાતી દેખાઈ રહી છે અને તે ઘોડા પર સવારી કરી રહ્યાં છે. G7 નેતાઓનો મજાક ઉડાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

The presidents of the G7 countries on Sunday mocked Russian President Vladimir Putin.

આ મજાકનો વીડિયો તેવા સમયે સામે આવ્યો છે, જ્યારે રશિયા-યુક્રેનનું યુદ્ધ પાંચમાં મહિનામાં પહોંચી ગયું છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન પશ્ચિમી ગઠબંધનને એક બનાવી રાખવાના પ્રયાસમાં છે. ય્૭ નેતાઓ સાથે ટેબલ પર બેસતા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસને મજાકની શરૂઆત કરી.

તેમણે કહ્યું- ‘જેકેટ પહેરો? જેકેટ ઉતારો? શું આપણે કપડા ઉતારી દઈએ?’ તેના પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યુ, ફોટો ખેંચાવાની રાહ જુઓ. તેના પર બોરિસ જાેનસને ફરી કહ્યું- આપણે તે દેખાડવું પડશે કે આપણે (શરીર) પુતિનથી વધુ મજબૂત છીએ.

બાદમાં આ નેતાઓની તસવીર પણ સામે આવી, જેમાં તેમણે પોતાનું જેકેટ ઉતારી રાખ્યું છે. જસ્ટિન ટ્રુડોએ આગળ પુતિન પર કટાક્ષ કરતા કહ્યું આપણે ન્યૂડ છાતીવાળી ઘોડેસવારી કરતો ફોડો પડાવીશું.

હકીકતમાં ટ્રુડો ૨૦૦૯માં લેવામાં આવેલી પુતિનની તે તસવીરનો ઉલ્લેખ કરી રહ્યાં હતા, જેમાં તે સાઇબેરિયન ટાવા ક્ષેત્રના પહાડોમાં શર્ટ વગર ઘોડેસવારી કરી રહ્યાં છે. ટ્રુડોની ટિપ્પણી પર યુરોપીયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે ઘોડાની સવારી બેસ્ટ છે.

 

તેના પર બોરિસ જાેનસને કહ્યુ કે આપણે પણ આપણા પેક્સ દેખાડવા પડશે. પરંતુ આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જ બાઇડન પણ હાજર હતા, પરંતુ તેમણે મજાક ઉડાવવામાં ભાગ લીધો નહીં. પરંતુ બાઇડેન સતત રશિયાના હુમલાની નિંદા કરતા રહ્યા છે.

આ પહેલા બાઇડેને રશિયાના હુમલાને બર્બરતા ગણાવ્યો હતો. જી૭ નેતાઓના સત્તાવાર સ્વાગત સમારોહમાં તેમણે કહ્યું કે રશિયા પોતાની બર્બરતા દેખાડી રહ્યું છે. જર્મનીમાં જી૭ નેતાઓના ભેગા થયા બાદ યુક્રેને પોતાના હુમલામાં તેજી લાવી છે.

રશિયાની સેનાએ ઘણા સપ્તાહ બાદ રાજધાની કીવ પર હુમલો કર્યો. તેમાં લગભગ બે આવાસીય ભવન તબાહ થઈ ગયા. ય્-૭ સમિટમાં રશિયાનો હુમલો મુખ્ય મુદ્દો હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.