Western Times News

Latest News from Gujarat India

UTIના આ ફંડમાં જે લોકોએ 10 લાખનું રોકાણ કર્યુ હતું, તે આજે 17.44 કરોડ થઈ ગયું

યુટીઆઈ માસ્ટરશેર યુનિટ સ્કીમ ભારતની પ્રથમ ઇક્વિટીલક્ષી ફંડ (ઓક્ટોબર, 1986માં લોંચ થયું હતું) છે અને 35 વર્ષથી વધારે સમયગાળા માટે સંપત્તિનાં સર્જનનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

યુટીઆઈ માસ્ટરશેર યુનિટ સ્કીમ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે મુખ્યત્વે લાર્જ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે અને પોતાનાં ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક લાભ ધરાવે છે. આ સ્કીમ સ્ટોક પસંદ કરવા માટે વાજબી કિંમતે વૃદ્ધિ (જીએઆરપી) રોકાણ સ્ટાઇલને અનુસરે છે. એનો અર્થ એ છે કે, કંપનીની આવકમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને રોકાણકારે પોર્ટફોલિયોમાં એ સ્ટોક ખરીદવા કેટલી વાજબી કિંમત ચુકવવી જોઈએ એ નક્કી કરે છે.

યુટીઆઈ માસ્ટરશેર યુનિટ સ્કીમનો ઉદ્દેશ ઋણ પર નિયંત્રણ, આવકમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિ, નફાકારકતા પર અને મૂડીનાં ખર્ચ કરતાં મૂડી પર ઊંચા વળતર પર કેન્દ્રિત તેમજ રોકડનો સાતત્યપૂર્ણ પ્રવાહ પેદા કરવાની સાથે ફંડામેન્ટલ રીતે મજબૂત, લાંબા ગાળે સારું ઊંચું વળતર આપે એવી કંપનીઓમાં રોકાણ કરવાનો છે. આ પ્રકારની કંપનીઓ ભવિષ્યનાં વિસ્તરણ માટે ફ્રી રોકડ પ્રવાહ પેદા કરે છે અને હાલનાં શેરોનું ડાઇલ્યુશન ટાળે છે.

જીએઆરપી ઉપરાંત સ્પર્ધાત્મક ફ્રેન્ચાઇઝનો સહિયારો અભિગમ યુટીઆઈ માસ્ટરશેર યુનિટ સ્કીમને એવી કંપનીઓમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે, જેમાં બજાર કંપનીઓની લાંબા ગાળે વૃદ્ધિ જાળવવાની ક્ષમતા કે પ્રાઇસિંગ પાવરનાં લાભને જાળવવાની ક્ષમતાને ઓછી આંકે છે.

માગનું અનુકૂળ ચક્ર, કોન્સોલિડેશન, નિયમનકારી અવરોધો દૂર કરવા કે ખર્ચ સ્પર્ધાત્મકતા, ક્ષમતાનું ઉચિત વિસ્તરણ જેવા કંપની કેન્દ્રિત પરિબળો મારફતે ઉદ્યોગમાં વૃદ્ધિની ગતિમાં સુધારો ધરાવે છે. વ્યવસાય મૂડીની જરૂરિયાત ધરાવે, પણ કંપનીઓ ઉચિત રોકાણ કરે, અસરકારક રીતે અમલ કરે છે.

કંપનીઓ ઊંચા રિટર્ન ઓફન કેપિટલ એમ્પ્લોય્ડ (આરઓસીઇ) પર રોકડ પ્રવાહનું પુનઃરોકાણ કરવા તક ધરાવે છે.
ક્ષેત્રની અંદર તુલનાત્મક વેલ્યુએશન આકર્ષક હોય છે.   એનાં પરિણામે રોકાણકારો ગુણવત્તાયુક્ત કંપનીઓનાં પોર્ટફોલિયો ધરાવે છે, જે ઓછી ચડઉતર સાથે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવાની તક આપે છે.

યુટીઆઈ માસ્ટરશેર યુનિટ સ્કીમને લાર્જ કેપ ફંડ તરીકે કેટેગરાઇઝ કરવામાં આવી છે, જે ICICIબેંક લિમિટેડ, ઇન્ફોસિસ લિમિટેડ, HDFC બેંક લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ, HDFC લિમિટેડ, લાર્સન એન્ડ ટૂબ્રો લિમિટેડ, એક્સિસ બેંક લિમિટેડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ જેવી ટોચની સુસ્થાપિત કંપનીઓમાં રોકાણ ધરાવે છે. ટોચનાં 10 શેર પોર્ટફોલિયોમાં આશરે 48ટકા હિસ્સો ધરાવે છે.

31 મે, 2022 સુધી સ્કીમમાં હેલ્થકેર, ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનેન્ટ્સ, કન્ઝ્યુમર સર્વિસીસ, ટેલીકમ્યુનિકેશન અને કેપિટલ ગૂડ્સમાં વધારે, તો ઓઇલ, ગેસ અનેઉપભોગ કરી શકાય એવા ઇંધણો, એફએમસીજી, પાવર, મેટલ્સ અને માઇનિંગ તથા નાણાકીય સેવાઓમાં ઓછું રોકાણ છે.

ફંડ 31મે, 2022 સુધી આશરે 7.23લાખથી વધારે સક્રિય રોકાણકારો સાથે રૂ. 9,566કરોડનું ભંડોળ ધરાવે છે. ફંડનો ઉદ્દેશ લાંબા ગાળે ઉપર જણાવ્યાં મુજબ રોકાણનાં શિસ્તબદ્ધ અભિગમને અનુસરી સુરક્ષિત મૂડી સંવર્ધન/અથવા આવકનું વિતરણ કરવાનો છે તેમજ એની શરૂઆતથી અત્યાર સુધી દર વર્ષે વાર્ષિક ડિવિડન્ડનાં પ્રવાહને જાળવી રાખ્યો છે. યુટીઆઈ માસ્ટરશેર યુનિટ સ્કીમે રોકાણકારોને કુલ રૂ. 4,200 કરોડથી વધારેનું ડિવિડન્ડ આપ્યું છે.

સ્કીમ પોર્ટફોલિયોમાં ઓછું પરિવર્તન ધરાવે છે. યુટીઆઈ માસ્ટરશેર યુનિટ સ્કીમે એની શરૂઆત થયા પછી અત્યાર સુધી 31 મે, 2022 સુધી 15.58ટકા (સીએજીઆર)નું વળતર આપ્યું છે, ત્યારે એસએન્ડપી બીએસઇ 100 TRIએ 14.20ટકાનું વળતર આપ્યું હતું.

આ રીતે ગણતરી કરીએ તો શરૂઆતમાં આ ફંડમાં રૂ. 10 લાખનું રોકાણ કરનાર કોઈ પણ રોકાણકારોની મૂડી વધીને રૂ. 17.44 કરોડ થઈ હોત, ત્યારે આ જ ગાળામાં એસએન્ડપી બીએસઈ 100 TRIમાં રોકાણ કરનાર રોકાણકારની મૂડી વધીને રૂ. 11.36કરોડ થઈ હોત એટલે છેલ્લાં 35 વર્ષમાં આ ફંડે 174ગણું વળતર આપ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers