રાખી પોલીસ કોન્સ્ટેબલની દીકરી, લગ્નમાં ભોજન પીરસીને બની એક્ટ્રેસ
મુંબઈ, આજે અમે તમને જે એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે બોલિવૂડમાં આઈટમ સોન્ગ કરવા માટે ઘણી ફેમસ છે. તે ઘણા રિયાલિટી શોમાં જોવા મળી છે.
આ સાથે, તે તેના અફેર અને લગ્નના કિસ્સા માટે પણ ખૂબ જાણીતી છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ રાખી સાવંતની, જેનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૭૮ના રોજ મુંબઈમાં થયો હતો અને તે હવે ૪૫ વર્ષની થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે રાખી બોલિવૂડમાં આઈટમ ગર્લ તરીકે ઘણી ફેમસ છે. રાખીનું સાચું નામ છે નીરુ ભેડા. રાખીના પિતા આનંદ સાવંત મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હતા.
રાખીએ ઘણી વખત મીડિયા સાથે પોતાના જીવન સંઘર્ષ વિશે વાત કરી છે. તેણે ઘણી વખત દાવો કર્યો છે કે તેનું બાળપણ દુઃખમાં વીત્યું હતું. તેણે ૧૦ વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું હતું કે જ્યારે તે ૧૦ વર્ષની હતી ત્યારે જ તેણે કામ કરવાનું શરૂ કર્યુ હતું.
તેણે કહ્યું હતું કે, તેણે મુંબઈમાં એક લગ્નમાં ફૂડ સર્વ કર્યુ હતું જેના માટે તેને ૫૦ રૂપિયા ફી મળી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાખી તેના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ જઇને એક્ટ્રેસ બની હતી. તેને બાળપણથી જ એક્ટ્રેસ બનવાનો શોખ હતો. તેથી, કોલેજમાંથી પાસ આઉટ થતાં જ તેણે ફિલ્મો માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું.
જો કે, તેના શ્યામ રંગ અને ખૂબસૂરત ન હોવાને કારણે, તેને તેના શરૂઆતના દિવસોમાં ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે રાખીની કાયા પલટ ત્યારે થયું જ્યારે તેણે કોસ્મેટિક સર્જરી કરાવીને પોતાના ચહેરા અને શરીરને સુધાર્યા.
આ પછી તેણે ૧૯૯૭માં ફિલ્મ ‘અગ્નિચક્ર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ‘જોરુ કા ગુલામ’, ‘યે રાસ્તે હૈં પ્યાર કે’, ‘ચુરા લિયા હૈ તુમને’, ‘જીસ દેશ મેં ગંગા રહેતા હૈ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. જણાવી દઈએ કે ‘ચુરા લિયા હૈ તુમને’ના ફેમસ ગીત ‘મોહબ્બત હૈ મિર્ચી’એ તેની કિસ્મત પલટી નાખી.
તેને આ સોન્ગ ચાર વખત ઓડિશન આપ્યા બાદ મળ્યું હતું. ફિલ્મ ક્રેઝી ૪ માં રાખી સાવંતના સોન્ગ ‘ટુક ટુક દેખે પલ-પલ કે દેખે, દેખે આંખે ફડ કે’પ ગીતે પણ ખૂબ જ ધૂમ મચાવી હતી. આ પછી રાખીએ એક પછી એક આઈટમ સોંગ્સ કર્યા અને ‘મસ્તી’ અને ‘મેં હૂં ના’ જેવી ફિલ્મોમાં પણ નાના રોલ કરતી જોવા મળી.
ફિલ્મોમાં કામ કર્યા બાદ રાખી ૨૦૦૬માં બિગ બોસની પહેલી સિઝનમાં જોવા મળી હતી. તે આ શોના ટોપ ચાર ફાઇનલિસ્ટમાં પહોંચી હતી. પરંતુ તે આ શો જીતી શકી ન હતી. બાદમાં વર્ષ ૨૦૧૫માં રાખી ફરી એકવાર બિગ બોસના ઘરમાં જોવા મળી હતી. આ વખતે તેને ઘણો ફાયદો થયો. આ શોને કારણે તે ઘણી પોપ્યુલર બની હતી. જોકે, તેણે ૧૪ લાખ રૂપિયા લઈને શો છોડી દીધો હતો.
પર્સનલ લાઇફની વાત કરીએ તો રાખીનું નામ ડાન્સર અભિષેક અવસ્થી સાથે ખૂબ ચર્ચાયું હતું. એવું કહેવાય છે કે તેઓ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા પરંતુ બાદમાં રાખીએ નેશનલ ટેલિવિઝન પરના શો ‘રાખી કા સ્વયંવર’માં એનઆરઆઈ ઈલેશ પરુજનવાલા સાથે સગાઈ કરીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ આ સંબંધ થોડા દિવસો પછી તૂટી ગયો.SS1MS