રેમન્ડ રિયલ્ટીએ Q1માં રૂ. 291 કરોડ સાથે મકાનોના વેચાણમાં ટોચનું સ્થાન મેળવ્યુઃ IndexTapનો રિપોર્ટ
રેમન્ડ રિયલ્ટીની ‘The Address by GS’ એ નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં મુંબઈ સેન્ટ્રલ સબર્બ્સમાં રૂ. 291 કરોડ સાથે મકાનોના વેચાણમાં ટોચનું સ્થાન મેળવ્યુઃ IndexTapનો રિપોર્ટ
મુંબઈ, 25 જુલાઈ – IndexTapના અહેવાલ મુજબ નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બાંદ્રા ઈસ્ટમાં તેના પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘The Address by GS’ સાથે રેમન્ડ રિયલ્ટીએ મુંબઈ બજારમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ‘The Address by GS’ એ સૌથી વધુ રૂ. 291 કરોડના યુનિટ્સનું વેચાણ કર્યું હતું અને સેન્ટ્રલ સબર્બ્સમાં સૌથી વધુ 96 યુનિટ્સનું વેચાણ થયું હતું.
Raymond Realty’s ‘The Address by GS’ tops home sales in Mumbai Central Suburbs in Q1FY25 worth ₹291cr: IndexTap Report.
વેચાયેલા એકમોના સંદર્ભમાં, ‘The Address by GS’ આ લિસ્ટમાંના આગામી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ કરતાં બમણાથી વધુ આગળ છે, જે પ્રોજેક્ટની લક્ઝરી ઓફરિંગ માટે મજબૂત બજાર માંગ દર્શાવે છે.
રેમન્ડ રિયલ્ટીના સીઈઓ હરમોહન સાહનીએ જણાવ્યું હતું કે, “અમે શરૂઆત કર્યાના માત્ર પાંચ વર્ષમાં ટર્નઓવરની દ્રષ્ટિએ પહેલાથી જ દેશના ટોચના 10 રિયલ એસ્ટેટ કંપનીઓમાં અને એમએમઆરમાં પાંચમા સ્થાને છીએ. અમને બધાથી અલગ પાડતું પરિબળ ઉદ્યોગના ચોક્કસ મહત્વના બિંદુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે – સમયસર ડિલિવરી, ગુણવત્તા અને જીવનશૈલી, જેનાથી અમે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે.
અમે મહારેરાની સમયમર્યાદાના બે વર્ષ પહેલાં અમારો પહેલો પ્રોજેક્ટ પૂરો કર્યો હતો, જેને રેરા દ્વારા વખાણવામાં આવ્યો છે. જ્યારે અમે બાંદ્રામાં લોન્ચ કર્યું, ત્યારે અમે એક વર્ષમાં માઈક્રો માર્કેટમાં જેટલા યુનિટ્સ વેચે છે તેટલા યુનિટ્સ વેચવામાં સફળ રહ્યા હતા અને આજે બાંદ્રા પ્રોજેક્ટ પણ સમય કરતાં આગળ ચાલી રહ્યો છે. આ તાજેતરની સફળતા રેમન્ડ રિયલ્ટીની અસાધારણ રહેણાંક અનુભવો અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનની અંદરના મુખ્ય સ્થાનો પર વ્યૂહાત્મક ધ્યાન આપવા માટેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.”
આ પ્રતિબદ્ધતા બાંદ્રા, માહિમ અને સાયન જેવા ચાવીરૂપ સ્થળોએ વ્યૂહાત્મક જોઇન્ટ ડવેલપમેન્ટ એગ્રીમેન્ટ્સ (JDAs) દ્વારા મુંબઈ માર્કેટમાં કંપનીના તાજેતરના વિસ્તરણમાં સ્પષ્ટ થાય છે. આ પ્રોજેક્ટ્સ રૂ. 7,000 કરોડથી વધુની સંયુક્ત આવકની સંભાવના સાથે, રેમન્ડ રિયલ્ટીની વૃદ્ધિ માટેના વિઝન અને મુંબઈના સમજદાર ઘર ખરીદનારાઓની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટેનું સમર્પણ દર્શાવે છે.
બાંદ્રા પૂર્વમાં સ્થિત આ પ્રોજેક્ટ અસાધારણ સુવિધાઓ અને અદભૂત દ્રશ્યો સાથે વૈભવી એપાર્ટમેન્ટ્સની શ્રેણી પ્રદાન કરે છે. ‘The Address by GS’ એ રેમન્ડ રિયલ્ટીના મુંબઈ માર્કેટમાં વૃદ્ધિનું મુખ્ય ચાલકબળ છે, જે કંપનીના મજબૂત નાણાંકીય પ્રદર્શનમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
2019માં શરૂ થયેલી રેમન્ડ રિયલ્ટીએ માત્ર 5 વર્ષમાં દેશની ટોચની 9 રિયલ્ટી કંપનીઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જે નોંધપાત્ર પ્રગતિ છે. તેમનો પ્રથમ પ્રોજેક્ટ TenX રિયલ્ટી મહારેરાની સમયમર્યાદાના બે વર્ષ પહેલાં પૂર્ણ થયો હતો, જે રિયલ એસ્ટેટમાં દુર્લભ બાબત છે.
રેમન્ડ રિયલ્ટી મૂળમાં ગ્રાહક કેન્દ્રિતતા સાથે નવા બેન્ચમાર્ક સેટ કરવાના જૂથના વારસાને આગળ ધપાવવા માટે એમએમઆરમાં વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનો ઉદ્દેશ્ય જીવનના નવા ધોરણને રજૂ કરવાનો છે જે ક્ષેત્રીય ધારણાઓથી અલગ હટીને તમામ મોરચે પ્રગતિ સાધે છે.