ન્યુ શારદાબેન હોસ્પિટલની પાછળ ચાલી રહેલા જુગારના અડ્ડા પર રેડઃ 21 પકડાયા
સરસપુરના સ્મશાન પાસે જુગારના અડ્ડા પર રેડ
(એજન્સી)અમદાવાદ,સ્ટેટ મોનીટરીગ સેલએ સરસપુરમાં ન્યુ શારદાબેન હોસ્પિટલની પાછળ ચામુંડા સ્મશાનગૃહ પાસે ચાલતા ઝફર પઠાણના જુગારના અડ્ડા પર રેડ કતા નાસભાગ મચી હતી. AMCએ ઓપરેશન હાથ ધરી ઝફર સહીત ર૧ આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આ સ્થળ પરથી ૧૩ મોબાઈલ ફોન પાંચ વાહન, રોકડ સહીત રૂ.૩,૭૦,ર૬૦નો મુદામાલ જપ્ત કર્યયો હતો.
આ કેસમાં દસને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. એસએમસીની રેડ ને પગલે શહેરકોટડા પોલીસ સ્ટેશનના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. અમદાવાદ શહેરમાં મોનીટરીગ સેલે દારૂ-જુગારના અડ્ડા પર રીતસરની તવાઈ બોલાવી છે. પોલીસ કમીશ્નરે અગાઉ પણ શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓને દારુ-જુગાર મામલે ઢીલાશ નહી ચલાવી લેવાય તેવી ચેતવણી ઉચ્ચારી હતી. જોકે કડક સુચના બાદ પણ શહેરના પોલીસ સ્ટેશનમાં દારૂ-જુગારની બદી ચાલી રહી છે.
એસએમસીને બાતમી આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝફર પઠાણના દારૂના અડ્ડા પરથી ર૧ લોકોએ ઝડપી કવોલીટી કેસ કર્યો હતો. સ્ટેટ મોનીટરીગ સેલની બાતમી મળી હતી કે અલ્પેશ ઉર્ફ ટોનો જુગારનો અડ્ડો ચામુડા સ્મશાનગૃહ પાસેથી ચલાવી રહયો છે. બાતમી આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતો અલ્પેશ ફરાર થઈ ગયયો હતો.
પોલીસે જો કે ર૧ આરોપીને ઝડપ્યો જેમાં સંચાલક જુગારના અડ્ડાનો સંચાલક ઝફર પઠાણ હોવાની વિગતો ખુલી હતી. ઝફર સાથે અલ્પેશ કે અન્ય કોઈ ભાગીદારોના હતા. કે નહી તે મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ પકડેલા લોકોમાં મુખ્ય સુત્રધાર ઝફર પઠાણ ઉપેન્દ્રસિંહ ડોડીયા, જમાલુદીન શેખ ગણેશ કોકાણી, મઝહર પઠાણ મો.ઉવેશ પીડારા, રહેમતઅલી અંસારી, આસીફ પઠાણ સુરેશ મકવાણા,
હબીબ રાજાની જગદીશ સોની મુનાવર પઠાણ ફીરોઝ દીવાન કુણાલ સોરાટે રવી મહેત સંજય પરમાર વિશાલ ઠાકોર યોગેશ ગોહીલ સોહીલ વોરા અસ્પાકલી મલેક અને જયસન જોસેફ નો સમાવેશ થાય છે. ફરાર લોકોમાં અલ્પેશ ઉર્ફે ટોનો સાદાબ ઉર્ફે બાપુ, અલ્તાફ ઉર્ફે અલ્તુ શેખ એઝાઝ પઠાણ ચીરાગ વરસડા, મો.નીયાઝ સૈયદ અકરમ ઘાંચી મો.જાવેદ અંસારી અને બે મોબાઈલ ફોનનો ધારકોના નામ છે.