Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા જયારે દિલ્હીથી ઝારખંડ સુધી અત્યંત ગરમી

(એજન્સી) નવી દિલ્હી, દેશના મેદાની પ્રદેશોમાં અત્યંત ગરમી પડી રહી છે તો પહાડો પર હજુ પણ ઠંડક છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. બધા પર્વતો બરફથી ઢંકાયેલા છે અને ઘરો પણ બરફથી ઢંકાયેલા છે.

ત્યારે બિહારમાં હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કહ્યું કે ઔરંગાબાદ, દરભંગા, મોતિહારી, શેખપુરા, જમુઈ અને ખગરિયા જિલ્લાના કેટલાક સ્થળોએ હીટ વેવની સંભાવના છે. આગામી ૫ દિવસ સુધી કોઈ રાહત નહીં મળે. અહીં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિલ્હીમાં પણ તાપમાન ૪૦ની આસપાસ છે.
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર,

આગામી ૨ દિવસમાં પશ્ચિમ હિમાલયમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જયારે અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

પંજાબના ઉત્તરીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં વરસાદની સાથે બરફનો હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ૩૦ એપ્રિલ સુધી વધુ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. ઘણી જગ્યાઓ પર એડવાઈઝરી જારી કરીને લોકોને નદીઓ અને તળાવોના કિનારે જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે.

આ સિવાય ઉત્તર અને મધ્ય કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોની હાલત પણ કાશ્મીર જેવી છે. હિમાચલમાં લાહૌલ સ્પીતિનો આખો પ્રદેશ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો છે. દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નથી. સમગ્ર વિસ્તાર સ્નો પાર્કમાં ફેરવાઈ ગયો છે. કીલોંગ અને કુકુમસેરીનું તાપમાન ફરી માઈનસ પર પહોંચી ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.