સની લિયોનીએ ઉત્તર પ્રદેશમાં રેસ્ટોરન્ટ ખોલી
મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની દુનિયાભરમાં પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પર તે કોઈ સેંસેશનથી કમ નથી. તે દરરોજ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં તસ્વીરો અને વીડિયો પોસ્ટ કરીને પોતાના ફેન્સને ખુશ કરે છે. હકીકતમાં જોઈએ તો, સની લિયોનીએ હાલમાં જ પોતાની પ્રથમ રેસ્ટોરન્ટ યૂપીમાં ખોલી છે. બોલીવુડથી લઈને દેશના કેટલાય ભાગોમાં એક્ટ્રેસ સની લિયોનીની આ રેસ્ટોરન્ટની ચર્ચા થઈ રહી છે.
સની એક રેસ્ટોરન્ટની માલિક બની ગઈ છે. સનીએ પોતાની રેસ્ટોરન્ટનું નામ ચિકાલોકા રાખ્યું છે. ખાસ વાત એ છે કે, સનીએ આ રેસ્ટોરન્ટ યૂપીના નોઈડા શહેરમાં ખોલી છે. જેનો વીડિયો સનીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ અને રેસ્ટરન્ટના ઈંસ્ટાગ્રામ પર પેજ પર ખોલ્યો છે. આપને જણાવી દઈએ કે, સનીએ નવા રેસ્ટોરન્ટના નામ પર પણ એક પર્સનલ ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે.
જેનું નામ ચિકાલોકા નોઈડા છે. આ અકાઉંટ પર આપ સનીના રેસ્ટોરન્ટના વીડિયો જોઈ શકશો. સનીની રેસ્ટોરન્ટના ફોટો ખૂબ જ શાનદાર લાગી રહ્યા છે. આ ફોટોમાં સની લિયોની પિઝ્ઝા બનાવતી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
સાથે જ તેણે પોતાની વિશ પણ જણાવી અને કહ્યું કે, દુનિયા જીતવા માટે. સની લિયોનીની આ રેસ્ટોરન્ટ નોઈડના સેક્ટર ૧૨૯ વન ૨૯માં આવેલી છે. રેસ્ટોરન્ટ દેખાવે ખૂબ જ શાનદાર છે. આ રેસ્ટોરન્ટમાં કેટલાય પ્રકારની રેસિપી તમને મળી જશે.SS1MS