દુકાનદારો પાસેથી ભાડા વધારાના નાણાંની વસુલાત શરૂ કરાતાં વેપારીઓ નારાજ
ગોધરા પાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરના ૭૦૦ દુકાનોના દુકાનદારોને ભાડા વધારા ના નાણાં ભરપાઈ કરોની આપવામાં આવેલ નોટીસો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગર પાલિકા સંચાલિત વિવિધ વિસ્તારોમાં આવેલ શોપિંગ સેન્ટરોની ૭૦૦ દુકાનોના દુકાનદારોને ભાડા વધારા ના નાણાં ભરપાઈ કરોની આપવામાં આવેલ નોટીસો ની સમય મર્યાદાઓ પૂર્ણ થતા આજ બપોર બાદ ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર નો ચાર્જ સંભાળનારા પ્રોબેશનર આઈ.એ.એસ આમોલ આવતે
દ્વારા પોલીસ ફોર્સ ના બંદોબસ્ત સાથે શહેરા ભાગોળ સ્થિત પાલિકા શોપિંગ સેન્ટરના દુકાનદારો પાસેથી ભાડા વસૂલવાની કાર્યવાહીઓ હાથ ધરતા ૪૦ દુકાનદારો પૈકી ૩૮ દુકાનદારો એ વધારાના ભાડાની રકમ ભરપાઈ કરી દીધી હતી જ્યારે ભાડાની રકમ ભરપાઈ ન કરનાર બે દુકાનો ને સીલ કરી દેવાની પાલિકા તંત્રની સખ્ત ઝુંબેશના પગલે શહેરના વ્યાપારી આલમમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી..
ગોધરા નગરપાલિકા દ્વારા ૨૦૨૩ માં શોપિંગ સેન્ટર સંચાલિત દુકાનોના અધધધ જેવા ભાડા વધારા સામે દુકાનદારોમાં ભારે ઊભા થયેલા અસંતોષો ના વિરોધને ધ્યાને લઈને ગોધરા નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરોના દુકાનદારો પાસેથી ભાડા વધારવાની આ વસૂલાત કાર્યવાહીમાં વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા વધારાના બે ચીફ ઓફિસરો હાલોલ ના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને ડભોઇના ચીફ ઓફિસર જય કિશન તડવીને ગોધરા પાલિકાની ઝુંબેશમાં ખાસ મોકલવામાં આવ્યા હતા
એમાં ગોધરા નગરપાલિકાની ભાડા વસુલાત ની શરૂ થયેલી આજની ઝુંબેશમાં ૯.૫૫ લાખ રૂપિયાની ભાડાની રકમો ની સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવી હતી અને આ ઝુંબેશ પાલિકા શોપિંગ સેન્ટરની ૭૦૦ દુકાનો સુધી જશે નહી મક્કમતાઓ ગોધરા નગરપાલિકાના વહીવટી તંત્રએ વ્યક્ત કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.