અક્ષય કુમાર સાથે કામ કરવાનું બહુ જ પ્રેશર હતું – પ્રિયદર્શન

પ્રિયદર્શને એક ઇન્ટરવ્યુમાં પણ જણાવ્યું હતું, હા હું આ ફિલ્મ બનાવવાનો છું, હું માનું છું કે મારી આ જ જાહેરાત સૌથી શ્રેષ્ઠ હશે
પ્રિયદર્શન અક્ષય, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ‘હેરા ફેરી ૩’ બનાવશે
મુંબઈ,આખરે ‘હેરાફેરી’ ફ્રેન્ચાઇઝીના ફૅન્સ માટે સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મોના ડિરેક્ટર પ્રિયદર્શને પોતાના જન્મ દિવસે જાહેરાત કરી છે કે તેઓ હવે ‘હેરાફેરી ૩’ બનાવશે, તેમાં તેમની લોકપ્રિય ત્રિપુટી અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ ફરી જોવા મળશે. ગુરુવારે અક્ષય કુમારે પ્રિયદર્શનના જન્મ દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી. સાથે જ તેણે સોશિયલ મીડિયા પર ‘ભૂતબંગલા’ના સેટ પરથી એક કેન્ડિડ તસવીર પણ શેર કરી હતી. અક્ષયે લખ્યું હતું,“હેપ્પી બર્થ ડે, પ્રિયન સર! એક ડરામણા ભૂતોથી ભરેલાં સેટ પર તમારો જન્મદિવસ વિતાવવાથી સારી ઉજવણી શું હોઈ શકે..વાસ્તવિક અને કેટલાંક પૈસા નથી આપ્યા એવા એક્ટ્રા સાથે! મારા માર્ગદર્શક બની રહેવા માટે આભાર અને તમે એક માત્ર વ્યક્તિ છો, જે અંધાધુંધીને પણ એક માસ્ટરપીસ બનાવી શકે છે.
હું શુભેચ્છા આપું કે તમારો દિવસ ઓછા ટેકવાળો રહે અને તમને એક જોરદાર વર્ષની શુભેચ્છાઓ.”અક્ષયની આ શુભેચ્છાઓ પર હેરાફેરી ળેન્ચાઈઝીના ફૅન્સે ફિલ્મના ત્રીજા ભાગન માગણી કરી હતી. જ્યારે પ્રિયદર્શને આ પોસ્ટના જવાબમાં કમેન્ટ કરી હતી, “અક્ષય કુમાર તારી શુભેચ્છાઓ માટે આભાર. બદલામાં હું પણ તને એક ગિફ્ટ આપવા માગું છું. મને હેરાફેરી ૩ બનાવવાની ઇચ્છા છે. અક્ષય તું તૈયાર છું?” આ સાથે અક્ષયે સુનિલ શેટ્ટી અને પરેશ રાવલને પણ ટૅગ કર્યા હતા. આ બાબતે અક્ષય પણ ખુબ ઉત્સુક થઈ ગયો હતો. તેણે પોતાના એક મીમ દ્વારા જવાબ આપ્યો હતો અને લખ્યું, “સર! તમારે જન્મ દિવસ અને મને મારા જીવનની શ્રેષ્ઠ ગિફ્ટ મળી.
ચલો કરીએ ફરી થોડી હેરહાફરી ૩, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી.”આ સાથે પરેશ રાવલે પણ એસ પર પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી અને લખ્યું, “ડીઅર પ્રિયનજી આ અલૌકિક મજાની વસ્તુને જન્મ આપનાર માતા છો તમે. આ બાળકની જવાબદારી લેવા માટે ફરી એક વખત તમારો આભાર. આવો સર અને ફરી આ દુનિયાને ખુશ કરી દો.”સુનિલ શેટ્ટીએ પણ પ્રિયદર્શનની પોસ્ટ પર લખ્યું હતું, “હેરાફેરી અને પૂછ પૂછ..ચલો કરીએ..હેરાફેરી ૩.” આ ફિલ્મમાં કબીરા નામના વિલનનો પોલ કરનાર ગુલશન ગ્રોવરે પણ લખ્યું હતું, “હા સુનિલ ભાઈ બિલકુલ! હેરાફેરી અને પૂછ પૂછ. શેટ્ટી ભાઈ તે કબીરાને કેમ ટેગ ના કર્યાે? કબીર સ્પીકિંગ વિના હેરાફેરી?”
ડિરેક્ટર પ્રિયદર્શને ૨૦૦૦માં પહેલી હેરાફેરી ફિલ્મ બનાવી હતી. જેમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ અને તબુ મુખ્ય રોલમાં હતા. જ્યારે ૨૦૦૬માં તેનો બીજો ભાગ આવ્યો હતો, જેમાં આ ત્રિપુટી સાથે બિપાશા બાસુ, રાજપાલ યાદવ, રિમિ સેન અને મનોજ જોશી જેવા કલાકારો ઉમેરાયા હતા અને નીરજ વોરાએ તે ફિલ્મ ડિરેક્ટ કરી હતી. પ્રિયદર્શને એક ઇન્ટરવ્યુમાં પણ જણાવ્યું હતું, “હા હું આ ફિલ્મ બનાવવાનો છું, હું માનું છું કે મારી આ જ જાહેરાત સૌથી શ્રેષ્ઠ હશે. બધા ઇચ્છે છે કે હું અને અક્ષય ફરી સાથે કામ કરીએ. મેં એક વખત કહેલું કે હું આ ફિલ્મ નહીં બનાવું પરંતુ આ ફ્રેન્ચાઇઝી ફરી લાવવાનું મારા પર બહુ દબાણ હતું.”SS1