Western Times News

Gujarati News

રાજસ્થાનમાં વેકેશન માણી રહી છે હોલિવૂડ સિંગર દુઆ લીપા

મુંબઈ, આજે સમગ્ર વિશ્વમાં દરેક લોકો ક્રિસમસ ૨૦૨૩ની ઉજવણી કરી રહ્યા છે આ દરમિયાન ફેમસ હોલીવુડ સિંગર દુઆ લિપા ભારત આવી છે અને હાલ રાજસ્થાનમાં નાતાલનો તહેવાર ઉજવી રહી છે. હાલમાં તે રાજસ્થાનના પ્રવાસે છે, જેની એક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર બતાવી છે.

દુઆએ પોસ્ટ દ્વારા ચાહકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે અને દરેક તસવીરમાં તે અલગ અંદાજમાં જોવા મળે છે. કોઈ તસવીરોમાં દુઆ તેના મિત્રો સાથે રાજસ્થાનની પ્રકૃતિ અને સુંદરતાનો આનંદ માણતી જોવા મળે છે.

પોસ્ટ વિશે વાત કરીએ તો, પ્રથમ તસવીરમાં, દુઆ તેના પલંગ પર વાદળી શર્ટ અને પટ્ટાવાળી પેન્ટ પહેરેલી જોવા મળે છે. ફોટોનું બેકગ્રાઉન્ડ ખૂબ જ સુંદર લાગે છે જેમાં શ્રીકૃષ્ણ અને રાધાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

આ જોઇને ફેન્સ ફોટો પર ‘રાધે રાધે’ અને ‘જય શ્રી કૃષ્ણ’ કોમેન્ટ કરી રહ્યા છે. દુઆના ફોટોસ જોઇને લાગી રહ્યું છે કે તે રાજસ્થાનના શાહી મહેલો, તેની ભવ્યતા અને સંસ્કૃતિને ખૂબ પસંદ કરી રહી છે અને ટેની ભરપૂર મજા લઈ રહી છે. નોંધનીય છે કે દુઆ અગાઉ પણ ભારત આવી હતી, જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.