પીએમ, સીએમની ૩૦ દિવસ અટકાયત થાય તો સસ્પેન્ડ કરો : સંસદીય સમિતિ
Files Photo
બંધારણમાં ૧૩૦માં સુધારા માટે બિલ ગયા ઓગસ્ટ મહિનામાં રજૂ થયું હતુ
સરકાર દ્વારા રજુ કરાયેલા બિલમાં પદ પરથી હટાવવાની જોગવાઇ છે જેમાં સુધારા કરવાની ભલામણ સમિતિ દ્વારા કરાઇ
નવી દિલ્હી,વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ કે મુખ્યમંત્રીઓ સામે ગંભીર ગુનો દાખલ થાય અને જો તેમને સતત ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો આવા સંજોગોમાં તેમને માત્ર સસ્પેન્ડ કરી શકાશે તેમને પોતાના પદ પરથી હટાવી નહીં શકાય. આ સુધારો કરવા માટે સંસદીય સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સરકાર દ્વારા રજુ કરાયેલા બિલમાં પદ પરથી હટાવવાની જોગવાઇ છે જેમાં સુધારા કરવાની ભલામણ સમિતિ દ્વારા કરાઇ છે.
૩૧મા દિવસે પદ પરથી હટાવવા સરકારે બિલ રજુ કર્યું પરંતુ સંસદીય સમિતિએ માત્ર સસ્પેન્ડ કરવા ભલામણ કરીબંધારણમાં ૧૩૦માં સુધારા માટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સંસદમાં રજુ કરાયેલા બિલમાં એવી જોગવાઇ છે કે જો વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રીની ગંભીર ગુનામાં અટકાયત કરવામાં આવે અને ૩૦ દિવસ સુધી છોડવામાં ના આવે તો તેવા સંજોગોમાં તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનું રહેશે. જો તેઓ રાજીનામુ આપે તો ૩૧માં દિવસે આપમેળે જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે. વિપક્ષે આ બિલનો વિરોધ કર્યાે હતો અને દાવો કર્યાે હતો કે સરકાર વિપક્ષના મુખ્યમંત્રીઓને ખોટા કેસોમાં ફસાવીને પદ પરથી હટાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરી શકે છે.
બાદમાં સંસદીય સમિતિ સમક્ષ બિલ મોકલવાની માગ કરવામાં આવી હતી.સંસદીય સમિતિએ પદ પરથી હટાવવાના બદલે સસ્પેન્ડ કરવાનો ઉલ્લેખ કરવાની ભલામણ કરી છે. સમિતિનું માનવું છે કે ગંભીર ગુનાના મામલામાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રીને સતત ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો તેવા સંજોગોમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવે પદ પરથી હટાવવામાં ના આવે, આ ઉપરાંત સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે જો કોઇ નિર્દાેષ જાહેર થાય કે સમય મર્યાદામાં આગળની કાર્યવાહી ના થાય તો તેને પોતાનું પદ પરત સોંપવામાં આવશે.
જો આ ભલામણોનો સ્વીકાર કરવામાં આવે તો પછી ગૃહ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજુઆત કરશે અને બિલમાં સુધારા કરવાનું કહેશે. જો સરકાર સુધારા માટે સંમત થાય તો નવુ બિલ રજુ કરવામાં આવશે. સંસદીય સમિતિનું એવુ માનવું છે કે પદ પરથી હટાવવાનો નિર્ણય ગેરબંધારણીય ગણાશે કેમ કે કોઇને દોષિત ઠેરવ્યા વગર જ આ પગલુ ભરવામાં આવી રહ્યું છે.SS1
