Western Times News

Gujarati News

ગુજરાતમાં આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ હેઠળ ૪,૫૨૬ યુવાનો તાલીમબદ્ધ

રાજ્યના ૧૭ જિલ્લાઓમાં આપદા મિત્રોને અદ્યતન ઇમરજન્સી કીટથી કરાયા સજ્જ –જનભાગીદારીથી આપત્તિ વ્યવસ્થાપન: ગુજરાતમાં ૫૦ ટકા મહિલા ભાગીદારી સાથે તૈયાર થઈ રહી છે આપદા મિત્રની નવી પેઢી

આપદા મિત્રની સામાજિક સુરક્ષા માટે ત્રણ વર્ષ સુધી રૂ.૦૫ લાખનું વિમા કવચ

ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા માટે આપદા મિત્ર‘ પ્રોજેક્ટને વધુ વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના National Disaster Management Authority- NDMA દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી માત્ર ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ યોજના હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં  વટવૃક્ષ બનીને ગામ- શહેરોમાં આપત્તિ સમયે સેવા આપી રહી છે.

હાલમાં કાર્યરત “યુવા આપદા મિત્ર સ્કીમ” અંતર્ગત રાજ્યના ૧૭ જિલ્લાઓ માટે NCC, NSS, MYB, BS&G ના કુલ ૧૧,૮૫૦ સ્વયંસેવકોના લક્ષ્યાંક સામે પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં ૪,૫૨૬ જેટલા યુવાનોને સફળતાપૂર્વક તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે તેમની ૫૦ ટકા ભાગીદારીનું વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેમ,ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 આપદા મિત્ર એ સામાજિક કક્ષાએ શારીરિક અને માનસિક રીતે સક્ષમ એવા ૧૮ થી ૪૦ વર્ષના સ્થાનિક યુવા સ્વયંસેવકોનું જૂથ છેજેઓ આપત્તિના સમયે ત્વરિત બચાવ કામગીરી કરે છે. અગાઉ “અપ સ્કેલિંગ ઓફ આપદા મિત્ર સ્કીમ” અંતર્ગત ૧૭ જિલ્લાના ૫,૫૦૦ આપદા મિત્રોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ- SDRF મારફત ૧૨ દિવસની તાલીમ અપાઈ હતી. જ્યારે વર્તમાન યોજનામાં પ્રથમ ચરણમાં SDRF અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ૦૭ દિવસની તાલીમ અપાય છે અને બીજા ચરણમાં SPIPA મારફત એડવાન્સ તાલીમનું આયોજન છે. આ ૧૭ જિલ્લાઓમાં અમદાવાદઅમરેલીઆણંદભાવનગરજામનગરજૂનાગઢખેડાકચ્છમોરબી,નર્મદાનવસારીપોરબંદર,રાજકોટસુરતતાપીવડોદરા  અને વલસાડ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 બચાવ કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે તાલીમ પામેલા આપદા મિત્રોને રૂ. ૧૦ હજારની કિંમતની Emergency Responder Kit (ERK) આપવામાં આવે છે. જેમાં લાઇફ જેકેટસોલાર ટોર્ચફર્સ્ટ એઇડ કીટહેલ્મેટ અને ૫૦ મીટર લાંબુ ડિફેન્સ ક્વોલિટી દોરડું જેવી ૧૫ અનિવાર્ય વસ્તુઓ સામેલ છે. આ ઉપરાંતજિલ્લા કક્ષાએ આપત્તિ સમયે મોટા પાયે ઓપરેશન ચલાવવા માટે રૂ. ૧૯ લાખની કિંમતની ‘EERR’ કીટ પણ રિઝર્વ રાખવામાં આવે છે.જેમાં અદ્યતન ઈન્ફ્લેટેબલ રેસ્ક્યૂ બોટચેન સો મશીનસેટેલાઇટ GPS અને વોકી-ટોકી જેવા સાધનો હોય છે.

 આપદા મિત્રની તાલીમના નિશ્ચિત માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં તેની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. આમાં ભૂતપૂર્વ સૈનિકનિવૃત્ત તબીબી વ્યાવસાયિકો અને સિવિલ એન્જિનિયરો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. ઉમેદવાર સંબંધિત જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ તેમજ તેને ઓછામાં ઓછું ધોરણ-૭ પાસ કરેલું હોવુ જોઇએ.

 પ્રોત્સાહનના ભાગરૂપે આ તાલીમ બાદ આપદા મિત્રને પ્રમાણપત્ર,ઓળખપત્ર તેમજ સામાજિક સુરક્ષા માટે ત્રણ વર્ષ સુધી રૂ. ૦૫ લાખનું વિમા કવચ પણ આપવામાં આવે છે.

 ભૂતકાળમાં કોવિડ-૧૯ મહામારી અને વર્ષ ૨૦૨૦ના ભારે પૂરમાં ભરૂચ જિલ્લાના આપદા મિત્રોએ વહીવટી તંત્ર સાથે મળીને પ્રશંસનીય જનસેવા કરી હતી. કોઈપણ આપત્તિ સમયે સામાન્ય નાગરિકો કે તંત્ર જિલ્લા કક્ષાના ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC)નો સંપર્ક કરી આ આપદા મિત્રોની તાત્કાલિક મદદ મેળવી શકે છે.

 જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા આપદા મિત્રોની સંપૂર્ણ સંપર્ક સૂચિ   નિભાવવામાં આવે છે. કોઈ પણ આપત્તિના સમયે આ કેન્દ્ર દ્વારા આપદા મિત્રોનો સંપર્ક કરીને તાત્કાલિક મદદ લેવામાં આવે છે તેમ,યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.