Western Times News

Gujarati News

આ સુપરફૂડ્સ અને ગિલોયથી બાળકોની ઇમ્યુનિટી બનાવો લોખંડી, જાણો આયુર્વેદિક ડાયેટ પ્લાન

શરીરમાં વહેશે નવું લોહી અને વધશે સ્ફૂર્તિ! ખજૂર, દૂધ અને ગિલોયના સેવનથી બાળકોની શારીરિક નબળાઈ દૂર કરવાનો અકસીર ઈલાજ

આજના જમાના માં લોકો બહાર નું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. જે ભેળસેર વાળું અને વાસી હોય છે. તેમાં વધારે મસાલા નો ટેસ્ટ હોવાને કારણે તમારા શરીર ની તંદુરસ્તી બગાડે છે. વધતી ઉંમર, બેઠાડું જીવન અને દવાને કારણે અશક્તિ અને નબળાઇ આવે છે.

અશક્તિ અને નબળાઈ ના લક્ષણો:-શરીર માં અશક્તિ ના કારણે કામ કરવામાં બેચેની લાગે છે. સ્ફૂર્તિ નો અભાવ જોવા મળે છે. સતત થાક નો અનુભવ થાય છે. અશક્તિ ના કારણે લોહી ની કમી જોવા મળે છે. શરીર માં ધ્રુજારી, ચક્કર તથા બેચેની રહે છે. તાવ આવવો, ખોરાક પર અરુચિ રહે છે. શરીર માં નબળાઈ આવવાથી મન અશાંત રહે છે શારીરિક તંદુરસ્તીઃ શારીરિક તંદુરસ્તી એ ઇમ્યુનિટીનું એ તત્ત્વ છે

જે ફિઝિકલ બોડીની સુખાકારી સાથે સંબંધ ધરાવે છે. એ જરૂરી છે કે શરીરના તમામ ભાગો, જેમ કે મહત્ત્વનાં અંગો, બ્લડ કંપોનન્ટ્સ, હાડકાં અને સ્નાયુઓ વગેરે સારી રીતે કામ કરતા હોય. આ પૈકી કોઈની પણ નિયમિત કામગીરીમાં ખલેલ પડી અથવા ખોરવાઇ ગઈ તો બીમારી, રોગ અથવા માંદગી દેખા દે છે. ઇમ્યુન સિસ્ટમ-રોગપ્રતિકારક શક્તિ સેલ્સ, ટિસ્યૂઝ અને અવયવોના નેટવર્કથી બનેલી છે જે શરીરના રક્ષણ માટે સાથે મળીને કામ કરે છે. મહત્ત્વના જે કોષો સામેલ છે તેમાંના એક તે શ્વેત રક્તકોષો છે, જેને લ્યુકોસાઈટ્સ પણ કહેવાય છે, એ બે મૂળભૂત પ્રકારોમાં હોય છે

અને રોગના કારણરૂપ જીવાણુ અથવા પદાર્થોને શોધવા અને તેનો નાશ કરવા ભેગા થાય છે. વારંવાર અને પુનરાવર્તિત ન્યુમોનિયા, બ્રોન્કાઇટીસ, સાઇનસ ચેપ, કાનમાં ચેપ, મેનિન્જાઇટિસ અથવા ત્વચામાં ચેપ, આંતરિક અંગોમાં ઇન્ફ્લેમેશન અને ચેપ, બ્લડ ડિસઓર્ડર, જેમ કે પ્લેટલેટની સંખ્યામાં ઉણપ અથવા એનિમિયા, પાચનની સમસ્યાઓ જેમ કે ભૂખ ગુમાવવી, ઉબકા અને ઝાડા, વિલંબિત વિકાસ, ઑટોમ્યુન ડિસઓર્ડર, જેમ કે લ્યુપસ, સંધિવા અથવા ડાયાબિટીસ.

આયુર્વેદ વૈદ કહે છે કે, માર્ચ-એપ્રિલ અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટે છે તે જોતાં કોરોનાનુ પણ સંક્રમણ વધી શકે છે જેથી કરીને લોકોએ સાવચેતી રાખવાની જરુર છે. આયુર્વેદ ઋતુ આધારિત હોય છે અત્યારે સિઝનમાં બદલાવ થયો છે. માર્ચ અને એપ્રિલમાં આમેય લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આ ઋતુ જ એવી છે જેના કારણે સંક્રમિત થવાના ચાન્સ વધુ છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે તે જરૂરી છે.

બાળકોની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બનાવના ઉપાયો: શરીરની આજુ-બાજુ કરોડો બેક્ટેરિયા ઉપલબ્ધ છે. રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને આવા ખતરનાક બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ કોઈ બાળક જલદી બીમાર થઈ જાય છે તો કોઈ બાળક સારી રોગપ્રતિકારક શક્તિને કારણે લાંબા સમય સુધી બીમાર થતાં નથી. આપણાં શરીરની રોગપ્રતિકાર શક્તિ ખાન-પાન અને જીવનશૈલી ઉપર નિર્ભર હોય છે. શરીરને સ્વસ્થ અને રોગ મુક્ત રાખવા સારી રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે.

આયુર્વેદમાં એવી ઘણી બધી ઔષધિઓ છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વેગ આપી શકે છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોયને સૌથી અસરકારક માનવામાં આવી છે. ગિલોય વધતી પ્રતિરક્ષા માટે આયુર્વેદિક ઉપાય સાબિત થઈ શકે છે. ગિલોય એક આયુર્વેદિક ઔષધિ છે જેનો ઉપયોગ ઘણાં વર્ષોથી ઘણા રોગોની સારવારમાં કરવામાં આવે છે. ગિલોયના ઘણા ફાયદા છે. તે અનેકપ્રકારના રોગોથી મુક્તિ મેળવવા માટે ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મોટાભાગના લોકો ઇમ્યુનિટી માટેના ઘરેલું ઉપાય અજમાવી રહ્યા છે. જે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

ગિલોય પણ તેમાંથી એક છે. ગિલોયના ઘણા બધા આરોગ્ય લાભો છે કે કેટલીક મોટી સમસ્યાઓને પણ અસરકારક રીતે દૂર કરી શકાય છે. જો તમને વારંવાર શરદી, તાવ, ખાંસીની સમસ્યા રહે છે, તો તમારી પ્રતિરક્ષા શક્તિ નબળી પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોય કરતાં બીજું શું સારું હોઈ શકે. આ ઔષધિ મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

ગિલોયમાં મોટી માત્રામાં એન્ટીઓકિસડન્ટ્સ હોય છે જે મુક્ત રેડિકલ free radical સામે લડવામાં અને કોષોને સ્વસ્થ બનાવી રોગો સામે લડવામાં મદદ કરે છે. ગિલોય પ્રતિરક્ષા વધારવા માટે એક અદભૂત ઔષધ. ઉનાળા પછી હવે ચોમાસાની મોસમ આવી રહી છે. વળી, આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ તેમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે.

. અશક્તિ અને નબળાઈ દૂર કરવાના ઉપચારો:-૧૦૦ ગ્રામ ખજૂર, ૫૦ ગ્રામ દ્રાક્ષ તથા કિસમિસ દરરોજ ખાવાથી સુકલકડી શરીર દર્દી નું લોહી નવું બને છે તથા જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેને નાસ્તામાં પિંડખજૂર ફાયદાકારક છે. ૧-૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ સવાર -સાંજ ચાટી તેના ઉપર એક કપ દૂધ પીવાથી શક્તિ તેમજ મન અને મગજ ની શાંતિ થાય છે. ખજૂર, એલચી અને દ્રાક્ષ મધ માં ચાટવાથી અશક્તિ દૂર થાય છે.

૨૦-૨૫ નંગ ખજૂર ખાઈ એક પ્યાલો દૂધ પીવાથી તરત જ સ્ફૂર્તિ આવે છે. ૧૦ ગ્રામ ચરોરી ને ગોળ સાથે ખાવાથી શક્તિ મળે છે. દૂધ માં અંજીર ઉકાળી તે ચાવીને ખાઈ લીધા બાદ દૂધ પીવાથી અશક્તિ દૂર થાય છે. ખજુર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગ્યાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દૂર થાય છે. ગાજર નો રસ તથા એક કપ દૂધ માં મધ નાખીને પીવાથી શક્તિ મળે છે.

જમ્યા પછી એક-બે કેળાં ખાવાથી શક્તિમાં વધારો થાય છે. દૂધ માં બદામ ,પિસ્તા કાજુ ,એલચી, કેસર અને ખાંડ નાખીને પીવાથી શક્તિ માં ખુબજ વધારો થાય છે. પાંચ પેશી ખજુર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અડધો કલાક ઉંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે. દૂધમાં બદામ, એલચી, કેસર ખાંડ નાખીને ઉકાળીને પીવાથી ખુબ શક્તિ આવે છે. દૂધ માં અંજીર અને બદામ નાખી ને પીવાથી લોહી ની શુદ્ધિ તથા ગરમી માટી જાય છે.

જમ્યા પછી ત્રણ ચાર કેળા ખાવાથી અશક્તિ દૂર થાય છે.

મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. મેથીના કુમળા પાન બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે. અશ્વગંધા, ગંઠોડા ને ચોપચીની સહેલાઈ થી મળી આવે આ ઔષધી. બળ આપે ને દુઃખાવો દુર કરે, સરખા ભાગે કરેલું આ ત્રણેય નું મિશ્રણ દૂધ કે પાણી સાથે લેવાય તો શક્તિ આપે પારાવાર. પોષક ટીકડી એ અનુભૂત સિદ્ધ પાઠ છે

જે વૈદ ના પ્રિસ્ક્રિપશન માં હોય જ છે જેનાથી ૯૦ ટકા અશક્તિના ના કેસમાં સારામાં સારા પરિણામ મેળવે છે. તેનું સેવન નિષ્ણાંત ની દેખ રેખ હેટળ કરવું. સુકી ખારેકનું 200 ગ્રામ ચૂર્ણ બનાવીને તેમાં 25 ગ્રામ સુંઠનું ચૂર્ણ નાખી તૈયાર કરવું અને પાંચથી 10 ગ્રામ ચુર્ણ રોજ 200 ગ્રામ દૂધમાં ઉકાળી થોડી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શરીરમાં શક્તિ આવે છે અને નબળાઇ દૂર થાય છે.

ખોરાક: સમતોલ આહાર- ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળવો- ગરમ ખોરાક લેવો જોઇએ. બાજરી અથવા ઘઉંના લોટને ઘીમાં શેકી અજમો, સૂંઠ, હળદર, ગોળ નાખી ગરમ રાબ પીવી. શાકભાજીમાં કારેલા, પરવળ, દુધી, કોળું, સરગવો, આદુ, હળદર, લસણ અને ફુદીનો લેવાં. ફળમાં પાકું પપૈયુ, દાડમ, પાકી કેરી, મોસંબી આમળા જેવા સુપાચ્ય ફળ લેવા જોઇએ.

આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિના લડાકુ ફાઇટર ટી સેલ્સ અને macrophages પણ નિયમિત પૌષ્ટિક આહારની જરૂર હોય છે. તમે જોયું હશે કે સમતોલ આહાર લેનાર બાળકની તુલનામાં કૂપોષિત બાળક જલ્દી બીમાર થાય છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત સમતોલ આહાર લેવો જરૂરી છે. આહારમાં વધારે પ્રમાણમાં પૌષ્ટિક ફળ, શાકભાજી, અને પ્રોટિનયુક્ત વસ્તુ નો સમાવેશ કરવો જોઈએ. એન્ટિ-ઓક્સિડેંટ: શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય પ્રમાણમાં Anti- Oxidants લેવું જરૂરી છે.

Anti-Oxidants આપણાં શરીરની ખરાબ પેશીને સારી કરે છે અને વૃદ્ધાઅવસ્થાને દૂર કરે છે. પાણી: આખા દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇએ, યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી શરીરને શક્તિ મળે છે અને પાચન સારું થાય છે. પાણી શરીરના અનાવશ્યક પદાર્થને શરીરની બહાર કાઢે છે. વ્યાયામ કે રમત ગમત- એક સંશોધન પ્રમાણે જે બાળકો અઠવાડીયામાં પાંચ દિવસ નિયમિત 30 થી 40 મિનિટ સુધી કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરે છે તે બીજા બાળકોની તુલનામાં 50 થી 60 % ઓછા બીમાર પડે છે.

નિયમિત વ્યાયામ તથા રમત રમવાથી વજન પણ નિયંત્રિત થાય છે અને ઇમ્યુનિટી પણ વધે છે. ઘરમાં કરી શકાય તેવી હળવી કસરત જેવી કે, સૂક્ષ્મ વ્યાયામ કરવો. સૂર્યોદય પહેલા જાગી જવું, નિયમિત અને પ્રમાણસર ઉંધ લેવી. જમીને ડાબા પડખે 30 મિનિટ સુધી વામકુક્ષિ આરામ કરવો. ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને મુનક્કા અથવા કાળી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા ઉકાળો પીવો. ગોળ અને તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય. દિવસમાં એક કે બે વાર ગરમ ઉકાળો લેવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.