ચીનમાં એઆઈ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા
પ્રતિકાત્મક
બર્થ રેટ અને લગ્નના ઘટતા પ્રમાણે ચિંતા વધારી
લાંબા સમય સુધી એપ યુઝ કરનારને બ્રેક લેવા યાદ અપાવવું પડશે અથવા પ્રોફેશનલ હેલ્પ આપવી પડશે
બેઈજિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે માત્ર સવાલોના જવાબ આપતું કે ફોટા બનાવતું ટૂલ નથી. વિશ્વભરમાં લાખો લોકો એઆઈ કમ્પેનિયન એપ્સનો ઉપયોગ ફ્રેન્ડ તરીકે વાતચીત કરવા, લાગણીઓ શેર કરવા અને એકલતા દૂર કરવા માટે કરી રહ્યા છે. આ ટ્રેન્ડ ચીનમાં વધી રહ્યો છે. જેના કારણે સરકારે એઆઈ કમ્પેનિયન સર્વિસ માટે નવા નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું છે.એઆઈ કમ્પેનિયન એપ્સ સામાન્ય એઆઈ ચેટબોટ્સ કરતા અલગ હોય છે.
આ એપ્સ યુઝર્સની પસંદ-નાપસંદનું ખાસ ધ્યાન રાખે છે. તેમની સાથે રોજ વાતચીત કરે છે. યુઝર્સને ઈમોશનલ જવાબો આપીને એક ઈમોશનલ બોન્ડ બનાવે છે. કેટલાક લોકો આ એપ્સનો ઉપયોગ એકલતા,તણાવ અને માનસિક દબાણ દૂર કરવા માટે કરી રહ્યા છે. પરંતુ, ચીનમાં ઘટતા બર્થ રેટ અને લગ્નના ઘટતા પ્રમાણ જેવી સમસ્યાઓ વચ્ચે ચિંતા ઊભી થતા સરકારે ગાઈડલાઈન જારી કરવી પડી છે.આ ગાઈડલાઈન મુજબ, કંપનીઓએ સ્પષ્ટ કરવું પડશે કે, યુઝર એઆઈ સાથે વાતચીત કરી રહ્યો છે, કોઈ વ્યક્તિ સાથે નહીં.
આ સાથે જ એવી સર્વિસ ઉમેરવી પડશે જેથી લોકો એઆઈ પર વધુ પડતા નિર્ભર ન બની જાય. યુઝર્સને મિત્રો, પરિવાર અને પ્રોફેશનલ હેલ્પ તરફ માર્ગદર્શન લેવાની સલાહ આપવી ફરજિયાત કરાઈ છે. જો કોઈ યુઝર લાંબા સમય સુધી સતત એપનો ઉપયોગ કરતો હશે તો તેને બ્રેક લેવા યાદ અપાવવું પડશે અથવાજરૂર પડે વાસ્તવિક લોકો સાથે કનેક્ટ કરવા પડશે.SS1
