Western Times News

Gujarati News

દિપિકાએ ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા રીલ બનાવતા ચાહકો ખુશ

દિપિકાને ગર્ભાવસ્થાનો સાતમો મહિનો ચાલે છે

ગર્ભવતી મહિલા ઉંઘમાં ધીમે ધીમે ચાલતી ચાલતી વોશરૂમ તરફ જતી હોય તેવો વિડિયો વાઇરલ બન્યો

મુંબઈ, દિપિકા પદુકોણે તેની બીજીવારની ગર્ભાવસ્થામાં સાતમો મહિનો ચાલી રહ્યો હોવાની જાણ તેના ચાહકોને રીલ મારફતે કરી હતી. દિપિકા પદુકોણ પોતાના જીવનના આ ખાસ તબક્કાને માણી રહી છે અને તેના અનુભવો તેના ચાહકોને સોશ્યલ મિડિયા પર જણાવી પણ રહી છે.દિપિકાએ એક મજેદાર રીલ બનાવી ગર્ભાવસ્થાના આ તબક્કામાં પડતી મુશ્કેલીઓનો અંદાજ તેના ચાહકોને આપ્યો હતો. દિપિકાનો આ વિડિયો વાઇરલ બની ગયો છે.

જેમ જેમ બાળજન્મનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ તેની પરેશાનીઓ વધતી જાય છે. હાલ તે ગર્ભાવસ્થાના આ તબક્કામાં આવતા પડકારોનો સામનો કરી રહી છે.તાજેતરમાં દિપિકાએ એક અન્ય રીલને ફરી શેર કર્યું જેમાં ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં રાત્રે વારંવાર વોશરૂમ જવાની પરેશાની દર્શાવવામાં આવી હતી. આ વિડિયોમાં એક ગર્ભવતી મહિલાને અડધી ઉંઘમાં બતાવવામાં આવી છે જે રાત્રે ધીમે ધીમે ચાલતી ચાલતી વોશરૂમ જઇ રહી છે. આ વિડિયોને ગર્ભાવસ્થાની એક અવસ્થાને મજેદાર રીતે રજૂ કરવા બદલ દિપિકાની પ્રશસા થઇ રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.