Western Times News

Gujarati News

રશ્મિકાએ જાતે ૨૦ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં

સર્જકોએ તેને અગાઉ ક્યારેય ન જોયેલો સિનેમેટીક અનુભવ ગણાવ્યો 

ફિલ્મના પ્રોડયુસરોએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમ્યાનની તસવીરો અને દ્રશ્યની એક ઝલક શેર કરી

મુંબઈ, રશ્મિકા મંદાનાએ આગામી ભાવનાત્મક એક્શન થ્રિલર ‘માયસા’ માટે પાણીની અંદર થતી ફાઈટ સીનનું શૂટિંગ પૂરુ કરી લીધું છે. સર્જકોના જણાવ્યા અનુસાર આ ભારતની પ્રથમ ફિલ્મ છે જેમાં કોઈ મહિલા કલાકાર પાણીની અંદર ફાઈટ સીન કરે છે. કોઈપણ બોડી ડબલની મદદ વિના પોતે જ મુશ્કેલ સ્ટન્ટ કર્યાં હતાં. રશ્મિકાએ બે દિવસમાં લગભગ વીસ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં હતાં. આ પ્રકારનું કીર્તિમાન સ્થાપનારી તે પહેલી ભારતીય અભિનેત્રી હોવાનો દાવો થઈ રહ્યો છે.

ફિલ્મના પ્રોડયુસરોએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમ્યાનની તસવીરો અને દ્રશ્યની એક ઝલક શેર કરી જેમાં શૂટિંગ મોટા પાયે થયાની જાણકારી મળે છે.સર્જકોએ તેને અગાઉ ક્યારેય ન જોયેલો સિનેમેટીક અનુભવ ગણાવ્યો હતો.રવિન્દ્ર પુલ્લે દિગ્દર્શિત ‘માયસા’ ની વાર્તા આદિવાસી વિસ્તારો પર આધારીત છે અને તેમાં ભાવનાત્મક વાર્તા સાથે જોરદાર એક્શન પણ સામેલ હશે તેવો દાવો થઈ રહ્યો છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.