Western Times News

Gujarati News

પ્રિયંકા અને નિકે દીકરીની ક્યૂટ તસવીરો શેર કરી

મુંબઈ, જાન્યુઆરી ૨૦૨૨માં પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જાેનસ દીકરીના પેરેન્ટ્‌સ બન્યા હતા. પ્રિયંકા અને નિકની દીકરી માલતી મેરી ચોપરા જાેનસનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. ત્યારથી જ પ્રિયંકા ચોપરા અને નિક દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપરા પોતાની દીકરીની ઝલક દેખાડતી તસવીરો શેર કરતી રહે છે. પ્રિયંકા ચોપરા દીકરી અને પતિ સાથે અમેરિકામાં રહે છે.

પ્રિયંકાએ હજી સુધી દીકરીનો ચહેરો દુનિયાને બતાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પ્રિયંકા માલતી મેરીની તસવીર શેર કરે ત્યારે હાર્ટ ઈમોજી મૂકીને છુપાવી દે છે. જાેકે, હવે એવું લાગી રહ્યું છે કે, ધીમે-ધીમે નિક અને પ્રિયંકા દીકરીનો ચહેરો દેખાડવા માટે તૈયાર થયા છે. હાલમાં જ પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીની ઝલક દેખાડી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પ્રિયંકાએ માલતીની ક્યૂટ તસવીર શેર કરી છે.

જેમાં તે બાબાગાડીમાં ઊંઘતી જાેવા મળી રહી છે. માલતીનો ચહેરો ગરમ ટોપીથી અડધો ઢંકાયેલો છે. પોતાની દીકરીને અપલક નિહાળતા પ્રિયંકા જાણે ધરાતી જ નથી. તેણે આ તસવીર શેર કરતાં લખ્યું, “શું કહું…” સાથે જ તેણે હાર્ટના ઈમોજી શેર કર્યા છે.

પ્રિયંકા ચોપરા નવેમ્બરની શરૂઆતમાં જ ભારત આવી હતી. લગભગ એક અઠવાડિયું પ્રિયંકા ભારતમાં રોકાઈને યુએસ પરત ફરી હતી. પ્રિયંકા ચોપરા પોતાની શેમ્પૂ બ્રાન્ડ લોન્ચ કરવા અને યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો હોલિવુડ પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત પ્રિયંકા ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’થી બોલિવુડમાં કમબેક કરશે.

આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ છે. આ સિવાય પ્રિયંકા ચોપરા હોલિવુડ ફિલ્મ ‘લવ અગેન’માં જાેવા મળશે. પ્રિયંકા ચોપરા ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી રૂસો બ્રધર્સની વેબ સીરિઝ ‘સિટાડેલ’માં જાેવા મળવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.