ઈરાની સેનાએ બુશેહર પર ઉડી રહેલા અમેરિકાના અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું
પ્રતિકાત્મક
અમેરિકા-ઈરાન વચ્ચે ભયાનક સ્તરે યુદ્ધ, હોર્મુઝમાં જહાજો પર હુમલા
કુવૈત-જોર્ડન હચમચી ગયા
અમેરિકાએ ડઝનબંધ એર ડિફેન્સ મિસાઈલો છોડી હોવા છતાં, ઈરાનની ઘાતક મિસાઈલો જોર્ડન સ્થિત ‘મુવફ્ફક સાલ્ટી એર બેઝ’ પર ત્રાટકી હતી, જ્યાં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો તહેનાત
નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ હવે અત્યંત ભયાનક અને વિનાશક સ્તરે પહોંચી ગયો છે. સમુદ્ર, આકાશ અને જમીન પર બંને દેશો સામસામે આવી ગયા છે. ઈરાને અમેરિકાનું કરોડો ડોલરનું ડ્રોન તોડી પાડવા ઉપરાંત જોર્ડન અને કુવૈતમાં આવેલા યુએસ સૈન્ય મથકો પર મિસાઈલમારો કર્યાે હોવાનો દાવો કર્યાે છે. બીજી તરફ, અમેરિકાએ વળતો પ્રહાર કરી ઈરાન પર ભીષણ એરસ્ટ્રાઈક શરૂ કરી દીધી છે.ઈરાની મીડિયા અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ના અહેવાલો અનુસાર, ઈરાની સેનાએ બુશેહર પર ઉડી રહેલા અમેરિકાના અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું છે.
આશરે ૩.૪ કરોડ ડૉલરની કિંમતનું આ ડ્રોન થોડી જ મિનિટોમાં હવામાં નાશ પામ્યું હોવાનો દાવો કર્યાે છે.વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. IRGC નૌકાદળની ચેતવણીને અવગણીને આગળ વધેલા બે ઓઈલ ટેન્કરો ખાણ ક્ષેત્રમાં પ્રવેશતા જ ભયાનક વિસ્ફોટો સાથે સળગી ઉઠ્યા હતા. IRGCએ જાહેરાત કરી છે કે યુએસ સૈન્યની કાર્યવાહીના કારણે હોર્મુઝ સ્ટ્રેટ હવે અત્યંત અસુરક્ષિત છે અને તેને સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે.
આ ઘટનાને પગલે વૈશ્વિક તેલ બજારમાં ભારે ગભરાટ ફેલાયો છે.ઈરાને અમેરિકાને ઘેરવા માટે તેના પાડોશી દેશોમાં આવેલા યુએસ સૈન્ય કેમ્પોને નિશાન બનાવ્યા છે. ઈરાની મીડિયાના મતે, અમેરિકાએ ડઝનબંધ એર ડિફેન્સ મિસાઈલો છોડી હોવા છતાં, ઈરાનની ઘાતક મિસાઈલો જોર્ડન સ્થિત ‘મુવફ્ફક સાલ્ટી એર બેઝ’ પર ત્રાટકી હતી, જ્યાં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો તહેનાત છે. આ ઉપરાંત કુવૈતમાં આવેલા યુએસ કેમ્પો પર પણ હુમલા કરાયા છે.આ ભયાનક લશ્કરી સંઘર્ષને કારણે સમગ્ર પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) મહાયુદ્ધની આગમાં હોમાઈ ગયું છે અને સ્થિતિ પળેપળે વધુ ગંભીર બની રહી છે.SS1
