Western Times News

Gujarati News

અમદાવાદઃ NID રિવરફ્રન્ટમાં કન્સ્ટ્રકશન સાઈટની દીવાલ ધરાશાયી થતાં 2 મહિલા મજૂરના મોત

અમદાવાદ, રિવરફ્રન્ટ પર કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી હોવાની ઘટના બની છે. ઘટનામાં બે મહિલા મજૂરના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ છે. મૃતકના નામ દિતાબેન અને સુમન બેન હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે પોલીસ, બે ફાયર ફાઈટર અને 1 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. ઈજાગ્રસ્તને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું કે, 1400 કરોડના કામ કરવા સમયે સોઈલ ટેસ્ટિંગની કામગીરી કરવાની જરૂરિયાત હોય છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શરૂઆતી તબક્કામાં આ સ્થિતિ હોય તો આગામી દિવસોમાં ચિંતાજનક વિષય છે. મ્યુ.કમિશનરે આ ઘટના માટે કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવા જોઈએ અને મૃતકોને વળતર આપવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.