Western Times News

Gujarati News

અમદાવાદમાં ૨૨મી ડિસેમ્બરે બાઉ-વાઉ ડોગ શોનું આયોજન

૨૫ જેટલી બ્રિડ્‌સના ૧૫૦થી પણ વધુ ડોગ હશે
અમદાવાદ,  અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલ ક્રિષ્ના ફાર્મ ખાતે આગામી તા.૨૨ ડિસેમ્બર, ૨૦૧૯ રવિવારના રોજ સૌપ્રથમવાર એક અનોખા પ્રકારના બાઉ- વાઉ ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં ડોગ્સ પ્રત્યે માણસોની નૈતિક જવાબદારી અને તેમની વફાદારી સહિતના ગુણોને લઇ તેમની કદર, જાળવણી અને કાળજી મુદ્દે સામાજિક જાગૃતિ અને ઉપયોગી માહિતી નાગરિકોને આ ડોગ શોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવાશે.

આ ડોગ શોમાં ડોગ્સ ફેશન શો, ડોગ્સ ગેમ્સ, ડોગ્સ એડોપ્શન, ડોગ્સ ટ્રેનીંગ સહિતના અનેક આકર્ષણો રહેશે. અમદાવાદમાં તથા ડોગ્સ શોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ડોગ શાના ઓર્ગેનાઈઝર જોય ઠક્કર (બિહેવિયરિસ્ટ ) ઉપરાંત, ડોગ શોના જજીસ રાજેશ રાઘવન તથા કોડિસ્વરન અને જ્યુરી સેજુ બ્રહ્મભટ્ટ (બિઝનેસ એન્ટ્રેપ્રિનિયોર એન્ડ ડોગ લવર) તથા ડો. ગોવિંદ પટેલ, ડો. આલાપ પવાર અને શ્રુતિ શશિન પટેલ સહિતના નિષ્ણાતો દ્વારા ડોગ્સ અડોપ્શન, બિહેવિયર, ટ્રેનીંગ, વેટરનીટી પ્રોબ્લેમ્સ વગેરે અંગે ખૂબ જ ઉપયોગી માહિતી, જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે.

અમદાવાદમાં સૌપ્રથમવાર આ પ્રકારના યોજાઇ રહેલા અનોખા ડોગ શોનો મુખ્ય ઉદ્દેશ ડોગ્સ પ્રત્યે સમાજના લોકોની નૈતિક જવાબદારી અને તેમની કાળજી, સારસંભાળ અને છેક સુધી તેમની જાળવણીના સંદેશો ફેલાવવાનો છે.

આ ડોગ શો વિશે જણાવતાં ઓર્ગેનાઈઝર જોય ઠક્કર તથા બિઝનેસ એન્ટ્રેપ્રિનિયોર અને ડોગ લવર સેજુ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમે ડોગ લવર્સ છીએ અને અમે સ્ટ્રીટ ડોગ્સની સેફ્ટી તથા હેપ્પીનેસ માટે કામ કરીએ છીએ.

દર વર્ષે અમે ડોગ્સને દત્તક લઈએ છીએ. અમારો હેતુ ડોગ્સ તથા ડોગ્સ લવર માટે સ્વસ્થ અને આનંદદાયક વાતાવરણ બનાવી રાખવાનો છે. અમે આ કાર્યક્રમ દ્વારા ડોગ્સ એડોપ્શન અને ડોગ્સ કેર સેમીનારને પણ પ્રમોટ કરવા માંગીએ છીએ. આ ડોગ શોમાં લેબ્રોડેર, જર્મન શેફર્ડ, ડોબરમેન, સાઇબેરીયન હસ્કી સહિતની ૨૫ જેટલી બ્રિડ્‌સના ૧૫૦થી પણ વધુ ડોગ્સ ભાગ લઇ રહ્યાં છે તે આનંદની વાત છે.

આ ડોગ શોમાં ઈન્ડી ડોગ્સ પણ ફેશન શોમાં ભાગ લેશે, જે અમદાવાદમાં પ્રથમવાર થવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટમાં ડોગ્સ અડોપ્શન, ડોગ્સના બિહેવિયર, ડોગ્સ બ્રીડિંગ ઉપરાંત ડોગ્સ ટ્રેનીંગ તથા ડોગ્સની વેટરનીટી માટે કોઈ પ્રોબ્લેમ હોય તે દરેક બાબત અંગે શોમાં આવનારા તમામ લોકોને વિનામૂલ્યે માહિતી આપવામાં આવશે. કોઇપણ ડોગ્સ લવર ડોગ વિશે કોઇપણ પ્રકારની જાણકારી કે વધુ માહિતી માટે ઓર્ગેનાઈઝર જોય ઠક્કરને ૭૦૧૬૧૪૯૮૩૩ પર સંપર્ક કરી શકે છે. સમાજમાં ડોગ્સનું અનોખુ સ્થાન છે, ડોગ્સ તેની વફાદારી, ચપળતા, તમારું રક્ષણ, પ્રેમ, હુંફ સહિતના ગુણોને લઇ માનવજાતને પણ ખરેખર તો પ્રેરણા આપે છે ત્યારે સમાજે પણ ડોગ્સ પ્રત્યે નૈતિકતાપૂર્ણ જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે એમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.