અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો કહેર શરૂઃ હજુ વધશે
અમદાવાદ, ગુજરાતમાં શિયાળો પૂરબહારમાં ખીલ્યો છે. બે દિવસથી સવારે કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે હવે તાપમાનનો પારો આગામી દિવસમાં ૮ ડિગ્રીએ પહોંચવાની હવામાન ખાતાની વકી છે. આ આગાહીને પગલે ઠંડીનું જોર કેવુ રહેશે તે નક્કી કરવું જ રહ્યુ. આજથી તાપમાનનો પારો ગગડવાની શરૂઆત થઈ ગઈ છે. ડિસેમ્બર અંત સુધીમાં તાપમાનનો પારો ૮ ડિગ્રીએ પહોંચી જશે. ઠંડીની સાથે સાથે કાતિલ પવન અને ઠારનો માર તાપડીને બેઠો છે. આજથી જ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
ઠંડા પવન ફૂંકાવાથી તાપમાન ઘટવાની સાથે ઠંડીમાં વધારો થશે. સુસવાટા બંધ પવન સાથે કાતિલ ઠંડી તમારા હાડ થીજાવી નાંખવા પુરથી છે. જે રીતે ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર રહ્યુ છે એ જ રીતે શિયાળો પણ ઠંડોગાર રહેવાની હવામાન ખાતાની આગાહી છે. સાઈક્લોનિક સિસ્ટમ નબળી પડવાની સાથે પવનની દિશા પણ બદલાઈ છે. જેને કારણે બની શકે કે ક્યાં ક્યાક હીમ વર્ષા પણ થાય. જો કે બરફ સ્વરૂપે હિમ ન પડે પણ ઠાર કો ચોક્કર જ પડશે. ડિસેમ્બરમાં વર્ષની સૌથી વધુ ઠંડી પડવાની આગાહી છે.