અમરેલીના ભંડારીયા નજીક અકસ્માતમાં એકજ પરિવારના ત્રણના મોત
અમરેલી :અમરેલી ના ભંડારીયા નજીક ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવાર ના ત્રણ જણા ના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ અમરેલી ના ભંડારીયા નજીક ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવાર ના ત્રણ જણા ના મોત મૃતકના નામ ગૌરાંગભાઈ મનસુખભાઈ કાનપરિયા ઉમર વર્ષ 37 38 પત્ની કનકબેન ગૌરાંગભાઈ કાનપરિયા ઉંમર વર્ષ 34 દીકરો મિહિર ગૌરાંગભાઈ કાનપરિયા ઉંમર વર્ષ ૮ થી ૯ માસ અમરેલી થી કુકાવાવ રોડ વચ્ચે આવતા ભંડારિયા નજીક ફોરવીલ નંબર જીજે 14 a a 0808 લીમડાના ઝાડ સાથે અથડાતાં કારમાં બેઠેલ પતિ પત્ની તથા દીકરાનું અને કરુણ અને કમકમાટીભર્યું મોત નીપજયું હતું આજે સવારે નવથી સાડા નવ ના સમયગાળામાં અકસ્માત સર્જાયો હતો
પરિવાર રામપર તોરી ગામે પ્રસંગોપાત જઈ રહ્યો હતો મૃતક ગૌરાંગભાઈ ચક્કરગઢ રોડ પર કાર કેર સામે ખોડીયાર મોબાઇલ ની દુકાન ચલાવતો હતો સિવિલ હોસ્પિટલે ડેડ બોડીને લાવવામાં આવી પીએમ અર્થે બાળક મિહિરને ગંભીર હાલતમાં નવજીવન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી ન શકાયો અને સારવાર દરમિયાન તેનું પણ કરુણ મોત નિપજેલ હતું મોબાઈલ ના વેપારી આલમમાં શોકનો માહોલ મોબાઈલ ના મોટાભાગના વેપારીઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા
મૃતક ગૌરાંગ ના મળતાવડા સ્વભાવના કારણે અનેક લોકોને તેમના મૃત્યુના સમાચાર સાંભળી આઘાત લાગ્યો હતો મૃતક શહેરના ચક્કરગઢ રોડ પર માદલિયા મંડપ સર્વિસ નજીક રહેતા હોય તેવું જાણવા મળેલ..