આતંકી આશ્રય સ્થાન ખત્મ કરવા પર ભારતથી આર્થિક લાભ મળી શકે છેઃ અમેરિકા
વોશિંગ્ટન, પાકિસ્તાન જો પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને નિભાવવાની પધ્ધતિ શોઘી લે અને પોતાની જમીનને આતંકવાદીઓ માટે પનાહગાહ ન બનવા દે તો તેને ભારત તરફથી ખુબ આર્થિક લાભ મળી શકે છે.અમેરિકાના રક્ષા મંત્રી જિમ મૈટિસે સેનેટની પ્રભાવશાળી સશસ્ત્ર સેવા સમિતિના સભ્યોને આ વાત કહી છે તેમણે કહ્યું કે સરકારનું વલણ ખુબ સ્પષ્ટ છે અને પાકિસ્તાને તેની જે અપેક્ષા છે તેને લ ઇ તે દ્ઢ છે તથા તેના પ્રશાસન પરિવર્તન લાવવા માટે સરકારના તમામ આયામોનો ઉપયોગ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના દક્ષિણ એશિયા નીતિ જાહેર કર્યા બાદ આ નિવેદન આવ્યું છે દક્ષિણ એશિયા નીતિમાં ટ્રંપે પાકિસ્તાનની વિરૂધ્ધ કડક નીતિ અપનાવી છે મૈટિસે કહ્યું કે નિશ્ચિત રીતે એક પડોસી તરીકે ભારતનની મહત્વપૂર્ણ ભૂમિકા છે જા પાકિસ્તાન પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને નિભાવવાની પધ્ધતિ શોધી લે છે તથા દેશની અંદર કોઇ પણ રીતના આશ્રય સ્થાનને ખત્મ કરે છે તો તેને યોગ્ય આર્થિક લાભ થઇ શકે છે.
રક્ષા મંત્રીએ કહ્યું કે ટ્રંપ પ્રશાસનનું માનવુ છે કે જયાં સુધી આશ્રયસ્થાન ખત્મ કરવામાં આવશે નહીં ત્યાં સુધી ફકત અફગાનિસ્તાન જ નહીં પરંતુ પાકિસ્તાન અને ભારતની આસપાસ કયાંય પણ Âસ્થરતા કાયમ કરવી ખુબ મુશ્કેલ હશે. મૈટિસ સાંસદોના એ સવાલોના જવાબ આપી રહ્યાં હતાં કે પ્રશાસન કેમ માને છે કે પાકિસ્તાન આ સમયે પોતાનું વલણ બદલસે સમિતિના ચેરમેન સેનેટરે કહ્યું કે ટ્રંપે કહ્યું કે તે આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું વલણ બદલશે આ આતંકવાદી અમેરિકી સેવાના સભ્યો અને અધિકારીઓને નિસાન બનાવે છે.