આફ્રિકાના દેશ સુદાનની હોસ્પિટલ પર ડ્રોનથી હુમલો, ૭૦ લોકોના મોત

ભયાનક હુમલામાં ૧૯ દર્દીઓ ઘાયલ થયા હુમલા સમયે હોસ્પિટલ દર્દીઓથી ભરેલી હતી’
ઘાયલોમાંથી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે
જીનીવા,આફ્રિકન દેશ સુદાનમાં છેલ્લા ઘણા વર્ષાેથી ફાટી નીકળેલી સિવિલ વોર હાલના દિવસોમાં વધુ ઉગ્ર બની છે. એવામાં પશ્ચિમ સુદાનના શહેર અલ ફાશેર માં એકમાત્ર કાર્યરત હોસ્પિટલ પર ડ્રોન હુમલો થયોહતો. આ હુમલામાં લગભગ ૭૦ લોકો માર્યા ગયા છે અને ૧૯ લોકો ઘાયલ થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) ના વડા ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ આ હુમલા અંગે જાણકારી આપી હતી.
WHOના વડા ઘેબ્રેયસસે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘સુદાનના અલ ફાશેરમાં સાઉદી હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં ૧૯ દર્દીઓ ઘાયલ થયા હતા અને ૭૦ લોકો મૃત્યુ પામ્યા હતા. હુમલા સમયે હોસ્પિટલ દર્દીઓથી ભરેલી હતી.’ઘાયલોમાંથી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.અહેવાલ મુજબ સાઉદી ટીચિંગ મેટરનલ હોસ્પિટલ પર હુમલો ડ્રોન હુમલો થયો હતો, સ્થાનિક અધિકારીઓએ આ હુમલાનો આરોપ બળવાખોર જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) પર મૂક્યો હતો. યુદ્ધમાં સુદાનની સૈન્ય અને સાથી દળો સામે RSFને પીછેહઠ થઇ રહી છે, એવામાં આ અટેક કરવામાં આવ્યો છે. RSFએ હજુ સુધી હુમલાની જવાબદારી સ્વીકારી નથી.ss1