આરોગ્યની ચકાસણીમાં કેન્સરના ૩૩ વિદ્યાર્થીઓને સારવાર અપાઈ
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન વિસ્તારની તમામ આંગણવાડીનાં, તમામ ખાનગી તથા મ્યુનિસિપલ કોર્પાેરેશન સંચાલિત પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં બાળકો તથા નવજાત શિશુથી ૧૮ વર્ષનાં શાળાએ ન જતાં બાળકો, તમામ સરકારી અને ખાનગી આશ્રમ શાળાનાં બાળકો, પરંપરાગત ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થાઓનાં બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે.
ચાલુ વર્ષમાં પણ આ કાર્યક્રમ તા.૨૫-૧૧-૧૯થી તા.૩૦-૧-૨૦૨૦ સુધી આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ૭૪ અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ દ્વારા તેમજ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના તમામ સ્ટાફ મળીને ૧૭૦ ટીમ દ્વારા દરેક સ્કુલો તથા સંસ્થાઓમાં જઇ આરોગ્ય તપાસણી હાથ
ધરવામાં આવે છે.
ચાલુ વર્ષે આ કાર્યક્રમ અંતર્ગત ૨૮૬૦ આંગણવાડી, ૫૦૫ સરકારી શાળાઓ, ૨૦૨૩ ખાનગી શાળાઓ, ૬ આશ્રમ શાળા, ૧ કસ્તુરબા આશ્રમ શાળા, ૫ અનાથાશ્રમ, ૧૫ વિકલાંગ અંધજન શાળા, ૨ ચિલ્ડ્રન હોમ, ૨૭ મદ્રેસા, ૪ કેન્દ્રીય વિદ્યાલય તેમજ ૩ અન્ય શાળા તમામને આવરી લઈને કુલ ૧૨,૫૦,૪૯૬ બાળકોની તપાસ અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર, પેરા મેડીકલ સ્ટાફ તથા આર.બી.એસ.કે.ના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. જે માટે ૧૭૦ ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી થયેલ છે.