આર્મી જવાનોની નિવૃતી મર્યાદા વઘશે
નવી દિલ્હી, લશ્કરમાં ફરજ બજાવતા જવાનો તથા અધિકારીઓ માટે ૧૦ થી ૧૮ વર્ષ નિવૃતી મર્યાદા વધારવા માટેની દરખાસ્ત ઉપર હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. કોર્પ્સ ઓફ એન્જીનીયરીંગ, આર્મી ઓવર ડીફેન્સ તથા આર્મી મેડીકલ કોર્પ્સ માટે જો નિર્ણય કરવામાં આવે તો ૪ લાખ જવાનોને ફાયદો થઇ શકે છે. સેનાના તમામ સાત વિભાગો પાસેથી આ અંગે અભિપ્રાયો માંગવામાં આવ્યાનું મનાય છે. મહત્વના મોરચામાં ઓછી વય હોવી જોઇએ, પરંતુ અમુક વિભાગોમાં ૫૪ થી ૫૮ વર્ષની નિવૃતિ વયમર્યાદા કરવાનું વિચારાધીન હોવાનું કહેવાય છે. હાલમાં જવાનોની નિવૃતિ ૪૦ વર્ષ હોવાનું મનાય છે, પરંતુ જો અમુક વિભાગોમાં નિવૃતી વય મર્યાદા વધારાય તો ૫૪ થી ૫૮ વર્ષ થઇ શકે છે. હાલ ૧૨ લાખ જવાનો ૫૦ હજાર અધિકારીઓ સેનામાં કાર્યરત છે જો નિવૃતી વયમર્યાદા વધારાય તો ૪ લાખ જવાનોને ફાયદો થઇ શકે છે.