આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી દેવા માટેની માંગણી
નવી દિલ્હી, સામાન્ય બજેટ તૈયાર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે ત્યારે જુદા જુદા વર્ગો તરફથી પોતપોતાની માંગ પણ આવવા લાગી ગઇ છે. હવે ઉદ્યોગજગત દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી દેવા માટેની રજૂઆત કરવામાં આવી ચુકી છે. બજેટ સાથે જોડાયેલા સુચના અને ચર્ચા માટે કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારામનેબેઠકોનો દોર જારી રાખ્યો છે. અર્થશાસ્ત્રીઓ, નાણાંકીય સંસ્થાઓ અને ઉદ્યોગ મંડળની સાથે વાતચીત કરી રહ્યા છે. બેંક અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.
કરવેરામાં છુટછાટ અને અન્ય રાહતોને વધારી દેવા માટેની રજૂઆત કરવામાં આવી ચૂકી છે. ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ અને એસોચેમે સરકારને વ્યÂક્તગત આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી દેવા માટેની માંગ કરી છે. સાથે સાથે માનક છુટછાટને વધારીને એક લાખ રૂપિયા વાર્ષિક કરવા માટેની પણ માંગ કરી છે. પગારદાર વર્ગને બજેટમાં કેટલીક રાહત આપવા માટેની તૈયારી શરૂ થઇ હોવાનો જાણકાર લોકો અભિપ્રાય આપી રહ્યા છે. દેશમાં લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત મોદી સરકાર પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ તેની પાસેથી સામાન્ય લોકો સારી અપેક્ષા રાખી રહ્યા છે.
હવે સતત બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર બીજી વખત બજેટ રજૂ કરવામાં આવી રહ્યા છે. સીતારામન બીજુ બજેટ રજૂ કરવાને લઇને ઉત્સુક છે. વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા વધારવાની માંગણી ઘણા સમયથી થઇ રહી છે. નવા નાણામંત્રી નિર્મલા સીતારામન તેમના બીજા બજેટમાં કોઇ રાહત આપે છે કે કેમ તેના ઉપર તમામની નજર છે.