ઊંઝા ખાતે લક્ષકુંડી મહાયજ્ઞના દર્શને મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના માઈ ભક્તોનો મહેરામણ ઉમટયો
મોડાસા: ઊંઝા ખાતે ઐતિહાસિક લક્ષકુંડી મહાયજ્ઞના દર્શને મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના માઈ ભક્તોનો મહેરામણ ઉમટયો હતો. માં ઉમિયાજીના દર્શન કરીને અને મહાયજ્ઞના દર્શન કરીને લાખો શ્રદ્ધાળુઓ ધન્ય બની રહ્યા છે
ઊંઝામાં આજકાલ ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો છે,અવિરત મહેરામણ ઊંઝા ભણી આજકાલ ચાલુ છે. ઉત્તમ વ્યવસ્થા સભર બેનમૂન આયોજન અહીં આવતા ભક્તો નિહાળીને પ્રભાવિત થયા વિના રહેતા નથી.તમામ સેવા વ્યવસ્થાઓ અદભુત છે,લાખોનો મહેરામણ છતાં ખૂબ જ આસાનીથી અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ ભક્તો માં ઉમિયાનાં દર્શન કરી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા અનોખી છે.
વાહન પાર્કિંગથી લઈ પ્રસાદ ભોજનની પણ અત્યંત સુંદર વ્યવસ્થા ભાવિકોને અત્યંત પ્રસન્નતા બક્ષી રહી છે..!!! બુધવારથી શરૂ થયેલ પાંચ દિવસીય લક્ષકુંડી મહાયજ્ઞનો લ્હાવો લેવો એ જીવનનો એક યાદગાર અવસર હોઈ ગુજરાત નહિ ઓન દેશ અને દુનિયાના ભાવિક માઇભક્તો ઊંઝાની મુલાકાતથી અહીં કુંભમેળા જેવા દૃશ્યો નિરખવાનો પણ એક લ્હાવો છે એમ એક વાતચીતમાં સાકરીયાના યુવાન કૌશિક બી.પટેલે જણાવ્યું હતું.