Western Times News

Gujarati News

ઓઢવ વિસ્તારની બે આંગણવાડીના તાળા તૂટયાં

તસ્કરો ગેસનાં બાટલા અને અન્ય સમગ્રી ચોરી ગયા

અમદાવાદ: શહેરમાં ગરીબ અને નીચલાં મધ્યમ વર્ગમાં બાળકોને ભણાવવા તથા તેમને પુરતુ પોષણ મળી રહે એ માટે ખાવાનું પોષણ મળી રહે એ માટે ખાવાનુ આપવા શરૂ કરાયેલી આંગણવાડી ઉપર પણ અસામાજક તત્વોએ ત્રાસ વર્તાયો છે. ઓઢવમાં આવેલી આવી જ એક આંગણવાડીમાંથી ચોરો ગેસનાં બાટલા તેલના ડબ્બા સહીતનો સામાન ચોરી જતા સમગ્ર વિસ્તારમા ચકચાર મચી છે ઉપરાત સ્થાનકિ રહીશોમા પણ રોષ ફાટ્યો છે


જ્યારે આવેલા કાર્યકરે દરવાજાના તાળા તુટેલા જાતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી છેલ્લા બાર વર્ષથી કાર્યકર તરીકે કાર્યરત કૈલાસબેન મુકેશભાઈ સોલંકી રહે લક્ષ્મીનગર રો હાઉસ ઓઢવ એ ફરીયાદ નોધાવી છે કે રોહીતવાસની સામે રેન બસેરાની બાજુમાં આંણણવાડી કેન્દ્ર આવેલા છે.

જેમા કુલ અઠ્ઠાવન જેટલા બાળકો ભણવા માટે સાથે છે જ્યા આગણવાડીની કાર્યકર બહેનો તેમને જમવાનું પણ પુરુ પાડે છે ગઈ તારીખ ૨૫મી નિત્યક્રમ મુજબ આંગણવાડી કેન્દ્ર નં ૫ ના કાર્યકર વિમલાબેન સોલંકી સ વારે આંગણવાડી ખાતે આવ્યા ત્યારે દરવાજના નકુચા તુટેલા જાયા હતા જેથી બંને આગણવાડીમા તપાસ કરતા તેમાંથી ગેસના ચાર બાટલા તેલના ડબ્બા ઉપરાંત અન્ય કેટલાક સામાન ચોરી થયેલો જણાયો હતો.

આ ઘટનાની જાણ થતા પહોચી હતી અને અન્ય કાર્યકરો તથા સ્થાનિક રહીશોની પુછપરછ આકરી હતી પ્રાથમિક અનુસાર પોલીસને સ્થાનિક સંડોવેલી હોવાનુ લાગી રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે ક આ ઘટના અગાઉ પણ શહેરના અન્ય વિસ્તારની આગણવાડીમાથી પણ સામાનની ચોરી થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.