Western Times News

Gujarati News

કચ્છના સામખિયાળી પાસે ૧.૪૭ કરોડના ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ૪ પકડાયા

ભૂજ,
કચ્છ સરહદી જિલ્લો ગણાય છે. ત્યારે જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર કે જમીન માર્ગે ડ્રગ્સ ઘૂંસાડવાના બનાવો વધતા જાય છે. રોજ બરોજ ડ્રગ્સ પકડાતુ હોય છે. ત્યારે ભચાઉ તાલુકાના લાકડિયા નેશનલ હાઈવે પર ગઈકાલે(૨૮ નવેમ્બર) રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વોચમાં હતી. ત્યારે બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક કાર અટકાવી એની તપાસ કરતાં એમાંથી રૂ.૧.૪૭ કરોડની કિંમતનું કોકેન મળ્યું હતું. ટીમ દ્વારા કારમાં સવાર ચાર શખસને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઇ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા. જ્યારે પકડાયેલા પંજાબનાં દંપતી સહિત ચારની અટકાયત કરાઈ છે. પકડાયેલાં ચારેય સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની હોવાનુ જાણવા મળ્યુ છે.

પૂર્વ કચ્છ પોલીસવડાની સૂચના અંતર્ગત ગઈકાલે તારીખ ૨૮ને ગુરૂવારે રાતના સમયે આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા નેશનલ હાઈવે પર ભારત હોટલ નજીક ત્રણ રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર નજીક આવતાં એને રોકવામાં આવી હતી.

કારમાં એક ડ્રાઇવર અને અન્ય ત્રણ વ્યક્તિ સવાર હતી. હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતાં એને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળતાં એની એફએસએલ મારફત ચકાસણી કરવામાં આવતાં એ કોકેન હોવાનું ખૂલ્યું હતું. ૧.૪૭ કિલોગ્રામના કોકેનની બજાર કિંમત ૧.૪૭ કરોડ છે. સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં કુલ ચાર આરોપીની અટક કરાઈ છે, એમાં બે મહિલા છે. જ્યારે માલ મોકલનારો એક આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. આગળ પણ આ જ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે.

કચ્છ એસઓજીના સૂત્રોના કહેવા મુજબ કારની ચકાસણી દરમિયાન બોનેટના ભાગે એરફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળ્યો હતો. આ પદાર્થ કોકેન હોવાનું માલૂમ પડતાં પોલીસ દ્વારા તરત જ દ્ગડ્ઢઁજી કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા માટે ભચાઉના વિસ્તરણ અધિકારીને પંચ તરીકે રાખીને દ્ગડ્ઢઁજીની કાર્યવાહી અંગે પોલીસ અધીક્ષક કાર્યાલયને વિગતવાર માહિતી આપી હતી. મહિલા પોલીસ અને ભચાઉ વહીવટી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંચનામું કરી દ્ગડ્ઢઁજી ધારા હેઠળ કાર્યવાહી કરી, માદક પદાર્થ સાથે કારમાં સવાર ચાર ઇસમોને પકડી લેવાયા છે, એમાં બે મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે. આ લોકો ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાં મુસાફરી કરી રહ્યાં હતાં, જેમાંથી માદક પદાર્થ મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.